જય શ્રી કૃષ્ણ…. જય હિંગળાજ માઁ…. શ્રી ગણેશાય નમઃ
પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ રાજકોટ
પ્રકાશિત
#જ્ઞાતિ #અહેવાલ
સમસ્ત સોની સમાજ જ્ઞાતિ ભાવના મહિલા સંગઠન, રાજકોટ
સમસ્ત સોની સમાજ જ્ઞાતિ ભાવના મહિલા સંગઠન
રાજકોટ (મહિલા) મીટીંગ, તા.: ૩-૩-૨૦૨૩, શુક્રવાર ના રોજ ભગવાન ભુવન વાડી, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે અત્યંત સફળતા પુર્વક આયોજન થયેલ.
અગાઉ આ મીટિંગનું અન્ય વિવિધ શહેરોમાં પણ સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું.
આ સફળ આયોજન ‘સમસ્ત સોની સમાજ જ્ઞાતિ ભાવના મહિલા સંગઠન’ ની મહિલા કમિટી દ્વારા પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ રાજકોટ ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.
મિટીંગમાં બહોળી સંખ્યામાં (આશરે ૩૦૦ જેટલી ) બહેનોએ હાજરી આપી સફળતા ને ચાર ચાંદ લગાવ્યા હતા.
મહિલા સંગઠનના કમિટી મેમ્બર્સ,
રેણુકાબેન જયંતિભાઇ ચલ્લા (પટેલકા)
નેહાબેન કુમારભાઇ ધાણક (રાજકોટ)
નીશાબેન રાણપરા (રાજકોટ)
ઈલા બેન જીવણ ભાઈ પટ્ટ (રાજકોટ)
ગીતા બેન ઘઘડા (રાજકોટ)
અનિતાબેન સોની ( પ્રેસ રિપોર્ટર )
વીણાબેન રસિકભાઇ ઘઘડા
આ તમામ બહેનો એ મીટિંગ ને સફળ બનાવવા સારી એવી જહેમત ઉઠાવી હતી.
તદ્દ ઉપરાંત,
રીટાબેન રજનીભાઈ ધાણક તથા સોનલબેન ધીરેનભાઈ ઘઘડા નો પણ સારો સહયોગ રહ્યો હતો.
આ મીટિંગ ના આમંત્રિત અતિથિ વિશેષ તરીકે,
વર્ષાબેન રાણપરા (રાજકોટ શહેર ભાજપ ના વોર્ડ નં.૧૪ ના કોર્પોરેટર)
સોનલબેન ચેતનભાઈ ધકાણ (સમાજ અગ્રણી, રાજકોટ)
હિનાબેન ભરતભાઈ ધોરડા (અવધ ટાઈમ્સ, અમરેલી)
હાજરી આપી હતી.
મીટિંગ ના એજેન્ડા :-
૧). સમસ્ત પરજીયા સોની મેરેજ બ્યુરો રાજકોટ માં જોડાવા બાબત
૨). દીકરા દીકરી નું વેવિશાળ એક જટિલ સમસ્યા
૩). નજીવી બાબતે થતાં સગાઈ અને લગ્ન વિચ્છેદ ની સમસ્યા
૪). સમાજ ની મહિલાઓ ના સર્વાંગી વિકાસ વિશે વિચારણા
૫). સમાજ ની મહિલાઓ આત્મનિર્ભર કેમ બને તે વિચારણા.
અને ખાસ કરીને સમાજની મહિલાઓ સમય નો સદુપયોગ કરી ને આત્મનિર્ભર બને તે માટે સલાહ સુચનો તથા માર્ગદર્શન મેળવી ચર્ચા કરી હતી.
આભાર વ્યક્ત :-
આ સાથે ભગવાન ભુવન વાડી ના ટ્રસ્ટી શ્રી, કારોબારી સમિતિ તથા અન્ય વ્યવસ્થાપક નો ખુબ ખુબ આભાર કે જેમના સમર્થન થી આ મીટિંગ માટે નું સ્થળ ઉપયોગ કરવા સહયોગી બન્યાં.
અને આ કાર્યક્રમ ના અંતે, ફરાળી વાનગીઓનો અલ્પાહાર નું આયોજન
જીરાવાલા, રામભાઈ મુળુભાઈ લુહાર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ.
તેમનો ખૂબ ખૂબ આભાર.
અને આઇસક્રીમ નું આયોજન, ખાગેશ્રી વાળા હાલ દુબઇ, રમાબેન અરુણભાઈ જગડા દ્વારા કરવામાં આવેલ.
તેમનો પણ કમિટી ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
ત્યાર બાદ રસિકભાઈ ઘઘડા,
અને જાહેરાતકર્તા એન્કર નિશાબેન રાણપરા તથા મિટીંગ નું તમામ મીડિયા કવરેજ ગુજરાત લોક ફરિયાદ નયુઝ ના અનિતાબેન સોની (પ્રેસ રિપોર્ટર) દ્વારા કરવામાં આવ્યું હતું તેમનો પણ કમિટી ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
અને ખાસ તો દરેક આમંત્રિત મહેમાનો અને પોતાનો કીમતી સમય કાઢી સમયસર હાજર રહેલ તમામ બહેનો નો ખુબ ખુબ આભાર.
ખાસ નોંધ :- અમારી કમિટી ને અન્ય શહેરો માથી આવી જ ‘જ્ઞાતિ ભાવનાની મીટિંગ’ ના આયોજનની કામગીર હાથ ધરવા માટે નિયમિત વિનંતીઓ મળી રહી છે.
તો અમો સહુ બહેનો ને ખાતરી આપીએ છીએ કે અમે ટૂંક સમયમાં અનોખા પ્રયાસ સાથે તમારા શહેરમાં આવીશું અને જ્ઞાતિ ભાવનાની મીટિંગનું આયોજન પણ કરીશું.
સમસ્ત સોની સમાજ જ્ઞાતિ ભાવના મહિલા સંગઠન, કમિટીના
જય જ્ઞાતિ મૈયા
જય માતાજી
પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ રાજકોટ
ન્યુઝ આપવા માટે અમારો whatsapp નંબર ઉપર મોકલી આપવાનું રહેશે આ મારો whatsapp નંબર
9426555756