લીલીયા મોટા ખાતે રહેતા જાવેદભાઈ શિરમાન કે જેવો ગેરેજના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમની દીકરી મુસ્કાન બાળપણથી જ સાચી નિષ્ઠા અને તનત્તોડ મહેનત કરી કંઈક કરી બતાવવાની ખેવના રાખતી હતી જે સાર્થક કરી બતાવ્યું છે ધોરણ 1 થી લઈ 6 સુધી લીલીયા ખાતે અભ્યાસ કરેલ ત્યારબાદ આગળ નું ભણતર જવાહર નવોદય વિદ્યાલય ભંડારીયા ખાતે પુરૂ
કરેલ તાજેતરમાં ધોરણ 12 cbse બોર્ડ માં 500 માંથી 476 માર્ક મેળવીને 94.6 ટકા પરીક્ષા પાસ કરી જિલ્લા માં પ્રથમ નંબર મેળવેલ અને તે ધોરણ 1થી લઇ અને 12 ધોરણ સુધી હંમેશા પ્રથમ નંબર લઈ સફળતા ના શિખરો સર કરી સ્કૂલ પરીવાર અને લીલીયા ગામનું ગૌરવ વધારેલ છે જે બદલ લીલીયા સુન્ની મુસ્લિમ સમાજ તેમજ આદિલબાપુ સૈયદ અને નાના લીલીયા દાદા બાપુ દરગાહ પરિવાર દ્વારા જાવેદ ભાઈ ના પરિવાર ને અભિનંદન પાઠવવા માં આવી રહ્યા છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


