જસદણ તાલુકાની અગ્રેસર ગણાતી શાળા એટલે શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ જુના પીપળીયા માં આજે ફાસ્ટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફાસ્ટ ફ્રુડ ફેસ્ટિવલ ના ઉદ્ઘાટક શ્રી પાટીદાર શૈક્ષણિક ભવન જસદણના શ્રી દિનેશભાઈ બાંભણિયા અને દરેક ગામના અગ્રણી શ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા. જેમાં દિનેશભાઈ બાંભણિયા દ્વારા દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધે અને શિક્ષણની નવી નવી યોજના નું માર્ગદર્શન આપ્યું હતું તેમજ શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ લીંબાસીયા અને પ્રમુખ શ્રી ભાવેશભાઈ છાયાણી દ્વારા વાલી મિટિંગમાં વિદ્યાર્થીઓના શિક્ષણ બાબત નું માર્ગદર્શન આપવામાં આવ્યું. ફાસ્ટ ફ્રુડ ફેસ્ટિવલમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાની રીતે બનાવેલ વાનગીઓના સ્ટોલ બનાવવામાં આવ્યા જેમાં દરેક વિદ્યાર્થીએ ઉત્સાહભેર ભાગ લીધો અને ફાસ્ટ ફ્રુડ ફેસ્ટિવલ નો વાલીઓ દ્વારા આનંદ માણવામાં આવ્યો.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172



