Gujarat

જાફરાબાદ તાલુકા પંચાયત સદસ્ય જશોદાબેન કરશનભાઈ પરમાર દ્વારા લેખિતમાં જીલ્લા વિકાસ અધિકારી તેમજ ઉચ્ચ અધિકારીઓ ને લેખિત મા રજૂઆત કરવામાં આવી   

વિક્રમ સાખટ રાજુલા
જાફરાબાદ તાલુકાના મોજે બાબરકોટ ગામે જ રહીએ છીએ અને જાફરાબાદ તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્ય છીએ હાલ જાફરાબાદ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે સેવા આપી રહ્યા છીએ.
અમારા ગામ બાબરકોટમાં સરકારશ્રી દ્વારા જે વિકાસલક્ષી યોજનાઓના અનુસંધાને સરકારશ્રી તરફથી જે ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવે છે. પરંતુ તેનો યોગ્ય વપરાશ થતો નથી. બાબતે કદાશ આપ સાહેબ અજાણ હોઈ તો તે બાબતે આપનું ધ્યાન દોરવુ જરૂરી લાગતા આપને આ કિતથી વાકેફ કરી રહયા છીએ. આશા છે કે, આ બાબત આપ ગંભીરતાથી લક્ષમાં લઈ જરૂરી કાર્યવાહી કરશો.
બાબરકોટ ગામે થઈ રહેલ ભ્રષ્ટાચારની વિગતો નીચે મુજબની છે. (૧) ભૂગર્ભ ગટર બાબતેઃ
(૧) બાબરરોટ ગામે જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી–જાફરાબાદના પત્ર નં. તા.પં. બાંધ/વશી/ગ્રા.પં…../૨૦૨૨ તારીખઃ૨/૫/૨૦૨૨ થી વપરાશી પાણીના યોગ્ય નિકાલ માટે નાનજીભાઈ રામભાઈ ચૌહાણના ઘર પાસેથી રમેશભાઈ વાઘેલાના ઘર સુધી ગટર બનાવવાના કામ માટે ખર્ચ રૂ।. ૨,૬૪,૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ ચોસઠ હજાર પુરા)ની વહિવટી તથા તાંત્રિક મંજુરી આપવામાં આવેલ છે.
સરકારશ્રીની ગાઈડલાઈન અને એસ્ટીમેન્ટ મુજબ અને ગુણવતા મુજબ જ થાય છે કે કેમ ? તેની ચાલુ કાર્ય માપ સાઈઝ તપાસવામાં આવે, તેમાં વપરાતુ રો મટીરીયલ નિયમ મુજબ છે કે કેમ ? તેની તપાસ કરવામાં આવે અને નિયમ મુજબ અને એસ્ટીમેન્ટ મુજબ થયુ હોઈ ત્યારબાદ જ “દ્વેશન સર્ટીફિકેટ” નાપવામાં આવે અને ત્યારબાઠ જ રકમનું ચુકવણુ કરવામાં આવે તે રીતે કામગીરી કરવા આદેશ આપવામાં આવે વિનંતી છે.
સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો યોગ્ય અને નિયમ મુજબ વપરાશ થાય છે કે કેમ? તે બાબતે આ તમામ કામોની દેખરેખ રાખવી એ જે તે વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓનું છે. તે માટે જ ચેરીઓ નિભાવે છે. કોઇ કર્મચારી કે અધિકારીની બેદરકારી સાબિત થાય તો તેના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. તેમ છતાં ઉપલા અધિકારીઓનો ડર જ ન રહયો હોઈ, ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવવામા આવે છે. જેથી કાયદેસર કામગીરી થાય તે માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી
તા. 17/12/2022 થી રજૂઆત કરવામાં આવી હતી આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તો શું તંત્ર ની પણ મિલીભગત છે કે કેમ તેવાં સવાલ ઉઠ્યા છે ક્યાંરે મળશે ન્યાય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે

IMG-20230219-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *