જાફરાબાદ ની આન બાન શાન ગણાતી શેઠ. શ્રી ત્રિ.મા લાઈબ્રેરી ને ઉત્તમ ગ્રંથાલય અને ગ્રંથાલય અને ગ્રંથપાલ શ્રી અલારખભાઈ ને ઉત્તમ ગ્રંથપાલ તરીકે એવોર્ડ
જાફરાબાદ ની શ્રી જા.કે.ઉ.મંડળ સંચાલિત શેઠ શ્રી ત્રિભોવનદાસ માવજીભાઈ લાઈબ્રેરી જાફરાબાદ ને વર્ષ ૨૦૧૮-૧૯ના ગુજરાત રાજ્ય નગર કક્ષા ૧ ઉત્તમ ગ્રંથાલય નો સ્વ મોતીભાઇ અમીન એવોર્ડ જાહેર થયેલ જે અંતર્ગત રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા મધ્યસ્થ ગ્રંથાલય ગાંધીનગર સેકટર ૧૭ માં એવોર્ડ સમારંભ કાર્યક્રમ તા/૧૦/૦૨/૨૦૨૩
ના રોજ આયોજિત થયેલા જે કાર્યક્રમમાં શેઠ શ્રી ત્રિ. મા લાઈબ્રેરી ને ઉત્તમ ગ્રંથાલય અને ગ્રંથપાલ શ્રી અલારખભાઈ ને ઉત્તમ ગ્રંથપાલ તરીકે એવોર્ડ પસંદગી થયેલ ગુજરાત સાહિત્ય અકાદમીના શ્રી જયેન્દ્ર જાદવ સાહેબ, ઉપ સચિવ શ્રી દિપક પટેલ સાહેબ
ગ્રંથાલય નિયામક શ્રી પંકજભાઇ ગોસ્વામી સાહેબ અને મંચસ્થ મહાનુભાવો ના વરદહસ્તે લાઈબ્રેરી ના માનદ મંત્રી શ્રી નારણભાઈ ઢગલ અને ગ્રંથપાલ પ્રતિનિધિ શ્રી રિઝવાનભાઈ પઠાણ ને ઉત્તમ ગ્રંથાલય પારિતોષિક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ મહારાજ મંત્રી શ્રી નારણભાઈ ઢગલ દ્વારા એવોર્ડ પ્રત્યુતર માં ગ્રંથપાલ શ્રી ની કામગીરી ની સરાહના કરેલ તેમજ લાઈબ્રેરી ને ભૌતિક સુવિધાઓ પ્રદાન કરનાર શ્રી જા. કે.ઉ.મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેતા,
માનદમંત્રી શ્રી યોગેશભાઈ ગોરડીયા અને તમામ ટ્રસ્ટી ગણનો આભાર વ્યક્ત કરી એવોર્ડ સમિતિની તટસ્થ અને પારદર્શક એવોર્ડ પસંદગી ને આવકારેલ.ગુજરાત રાજ્ય કક્ષાએ સતત પાંચમી વખત સ્વ મોતીભાઇ અમીન એવોર્ડ મેળવનાર એકમાત્ર લાઈબ્રેરી શેઠ શ્રી ત્રિ.મા. લાઈબ્રેરી એ ફક્ત જાફરાબાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ બની રહેલ છે. ત્યારે સામાજિક સેવા પ્રદાન કરતી આ લાઈબ્રેરીને જાફરાબાદ ના
પ્રબુદ્ધ નાગરિકો અને નગર શ્રેષ્ઠિઓ દ્વારા આર્થિક સહયોગ મળતો રહે તે ઈચ્છનીય અને આવકારદાયક ગણાશે.અંતમા એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેતા શ્રી યોગેશભાઈ ગોરડીયા , શ્રી સુરેશભાઈ મોદી, શ્રીમતી જ્યોતિબેન શેઠના, શ્રી હેમંતભાઈ સંધવી, અને તમામ ટ્રસ્ટીગણ, નિયામક શ્રી કિશોરભાઈ મહેતા, શ્રી રામાનંદી સાહેબ, શ્રી વી બી અગ્રાવત સાહેબ, શ્રી એચ.એમ. ઘોરી સાહેબ, દ્વારા તથા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા પત્રકાર શ્રી કિશોરભાઈ આર.સોલંકી ગ્રંથપાલ શ્રી અલારખભાઈ ને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ
રિપોર્ટર
કિશોર આર.સોલંકી
જાફરાબાદ




