Gujarat

જાફરાબાદ, સામાકાંઠા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને કુલ કિં.રૂ.૫૧,૪૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી
દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.
ટીમ ગઇ કાલ તા.૦૧/૦૬/૨૦૨૩ ની રાત્રીના જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે જાફરાબાદ, સામાકાંઠા વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા નવ ઈસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ આરોપીઓઃ-
(૧) ભુપત છનાભાઇ શિયાળ, ઉ.વ.૩૦, રહે.જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા. જાફરાબાદ, જિ.અમરેલી. (૨) યોગેશ ધીરૂભાઇ ગુજરીયા, ઉ.વ.૨૦, રહે.જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા.જાફરાબાદ, જિ.અમરેલી,
 (૩) વિષ્ણુ ભગવાનભાઇ શિયાળ, ઉં.વ.૧૯, રહે, જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા. જાફરાબાદ, જિ.અમરેલી.
(૪) દેવશી છગનભાઇ બાંભણીયા, ઉ.વ.૪૨, રહે. જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા. જાફરાબાદ, જિ. અમરેલી.
(૫) હીમત મોહનભાઇ બાંભણીયા, ઉ.વ. ૧૯, રહે.જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૬) શિવા ધીરૂભાઇ શિયાળ, ઉ.વ.૨૫, રહે. જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા.જાફરાબાદ, જિ.અમરેલી
(૭) કાનજી લાખાભાઇ શિયાળ, ઉ.વ.૩૦, રહે.જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર,તા.જાફરાબાદ, જિ.અમરેલી.
 (૮) ભાવેશ કાંતિભાઇ શિયાળ, ઉ.વ.૩૧, રહે.જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર,તા.જાફરાબાદ, જિ.અમરેલી.
 (૯) દિનેશ ધીરૂભાઇ ગુજરીયા, ઉ.વ.૨૪, રહે. જાફરાબાદ,સામાકાંઠા વિસ્તાર, તા. જાફરાબાદ, જિ.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ. ૧૭,૪૬૦/ – તથા મોબાઇલ ફોન નંગ – ૬ કિં.રૂ.૩૪,૦૦૦-/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૫૧,૪૬૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઈ. બહાદુરભાઈ વાળા તથા પો.કોન્સ. વિનુભાઇ બારૈયા, લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230602-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *