*કવિ ના કલમે રીવરફ્રન્ટ ની વેદના*
*ના રહે વાંસ ના બજે બંસરી જેવી હાલત*
જામકંડોરણા ના લોકોને વારસામાં મળેલો રાજાશાહી વખત નો ગઢ અડીખમ ઉભો છે. અને તેની બાજુમાં જ નજરની સામે બનેલો રીવરફ્રન્ટ મરણતોલ ના ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે દુ ખ થાય આવી જ કંઈ વાત કરવી છે જામકંડોરણા ના રીવરફ્રન્ટ વેદના ની જામકંડોરણા ની ગ્રામ પંચાયત જ્યારે થી રીવરફ્રન્ટ સંભાળ્યો ત્યારે કોઈ દિવસ કરવા મા આવી નથી. આમ જનતા ના ટેક્સના પૈસા થી સરકારે કરોડના ખર્ચે તૈયાર કરેલો રીવરફ્રન્ટ ઉજ્જડ બગીચા ની હાલત જેવો બનાવી દીધો જામકંડોરણા રીવરફ્રન્ટ ને સોહામણો કરવા નાના હોજ બનાવવા મા આવ્યા હતા જેથી રીવરફ્રન્ટ સોળ કલાએ થી સૌદર્ય ખીલી ઉઠે પરંતુ રીવરફ્રન્ટ બનાવનાર ભણેલા ગણેલા એજીનીયર ને ક્યાં ખબર હતી કે તેને બનાવેલા હોજ યોગ્ય જાળવણી અને સફાઈના અભાવે ભર જુવાનીમાં મરણતોલ થઈ જસે. અને જામકંડોરણા ની પંચાયત દ્વારા જ રીવરફ્રન્ટ ના હોજ ગંદકી દુર કરવા હોજ ને જ તોડી નાખશે
હદ તો ત્યારે થઈ છે આ રીવરફ્રન્ટ મા જામકંડોરણામાં ભ્રષ્ટાચાર થી ખદબદતા ભુગર્ભ ગટર નું મેલું ગંદું પાણી રીવરફ્રન્ટ ખુલ્લી રીતે છોડવા મા આવ્યું જામકંડોરણામા જે ભુગર્ભ ગટર અને રીવરફ્રન્ટ યોજનાના ના લાભો જામકંડોરણા ના મોટા ગજા રાજકીય નેતાઓ જે ઘોળે દિવસે સપના બતાવ્યા હતા તે બધા સપના ભ્રષ્ટાચારીઓ ની મહેરબાની થી તે સપના ચકનાચૂર થઈ ગયા.
હાલ સાવજની વતન ગણતરી આવતું જામકંડોરણા ના આંગણામાં ઝાડ પાન કચરા ઢગલા ની વચ્ચે ભૂગર્ભ ગટર ની ગંદકી ના માહોલમા મચ્છરો ગણગણાટ સાથે ચિત્કાર ભરેલી વેદના થી રિવરફ્રન્ટ ફરીયાદ કરે છે શકે “હે વિઠ્ઠલભાઈ તમારે મને અહીં બનાવવા ની શું જરૂર હતી ? જામકંડોરણાનુ આળસુ તંત્ર ના કારણે મારી માઠી દશા બેઠી છે. આપ સ્વર્ગમાં બેઠા બેઠા કોઇ ને સદ્બુદ્ધિ આપો જેથી મને તોડવા ને બદલે જોડવા નો પ્રયત્ન કરે મારી યોગ્ય રીતે જાળવણી થાય તોજ હું તમારા સપના પુરા કરી શકું તેમ છું”
અહેવાલ અતુલ લશ્કરી
