Gujarat

જામનગરના યુવા લેખક – પત્રકાર સંજય મર્દનિયાનો આજે જન્મદિવસ

જામનગરના યુવા લેખક – પત્રકાર સંજય મર્દનિયાનો આજે જન્મદિવસ

તા . ૩૦ માર્ચ , ૧૯૮૪ ના રોજ દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુર તાલુકા બાંકોડી ગામમાં સંજયભાઇનો જન્મ થયો . તેમના પિતાનું નામ ભીખાભાઇ મર્દનિયા છે . તેમની માતાનું નામ લક્ષ્મીબેન છે . તેઓએ પ્રાથમિક શાળા બાંકોડી ખાતે અને ત્યારબાદ એલબીબી માધ્યમિક શાળામાં શિક્ષણ મેળવ્યું તેમણે અભ્યાસની સાથે સાથે શાળામાં રમતગમત , વૃક્ષારોપણ , વકતૃત્વ , નિબંધ , સુલેખન , અભિયન , વિજ્ઞાનમેળા તેમજ યુવા મહોત્સવ જેવા હરિફાઇના કાર્યક્રમોમાં અગ્રેસર રહ્યાં છે,તેમજ અનેક સન્માનપત્રો મેળવી ચૂકયા છે, અને તેમને પોતાના ગામ પ્રત્યે પણ એટલી જ લાગણી છે, તેઓ તેમના ગામમાં સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યમાં જોડાયેલા છે . તેમને અભિનય કરવાનો શોખ પણ છે,તેમને નાનપણથી જ કલમને પ્રિય બનાવી અને પત્રકારત્વમાં ક્ષેત્રમાં અને લેખક , કવિ તરીકે પોતાની આગવી ઓળખ બનાવી છે . લેખક તરીકે તેમનું પહેલું પુસ્તક ઘૂમતું ઋતુ ચકડોળ ગિજુભાઈ ભરાડના પ્રકાશન માંથી પ્રકાસશીત થયું, તેમજ તેમની કૃતિઓ ગુજરાતના અગ્રીમ અખબારો અને વિવિધ સામાયિકોમાં પણ પ્રગટ થઇ છે . તેઓને જામનગર મહાનગરપાલિકા દ્વારા મેયર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે . કોલમિસ્ટ , લેખક સંપાદક, સ્વ.દિવ્યકાંત પટેલ ‘ ‘ કુતૂહલ કાકા ‘ ‘ એ સ્વર્ણિમ ગુજરાતની ૫૦ મી જયંતી નિમિત્તે પુરસ્કાર આ આપી સન્માનિત કરી તેમની કાવ્ય રચનાઓને બિરદાવી હતી, હાલમાં તેઓ સીટી ન્યુઝ ચેનલમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવે છે . આજે તેમના જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી રહી . તેમના મો.નં. ૯૯૯૮૧ ૮૧૨૮૨ છે.

આપના વર્તમાનપત્રમાં મારા જન્મદિવસ ની શુભેચ્છા પ્રસિદ્ધ કરવા વિનંતી
આપનો વિશ્વાસુ…
સંજય મર્દનીયા,9998181282

IMG-20230330-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *