રામપર-જામનગર
જામનગર તાલુકાના રામપર ગામમાં એક સાથે ત્રણ મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં હરસિધ્ધિ માતાના મંદિરમાંથી તસ્કરો દ્વારા સોના ચાંદીના છત્તર સોનાનો હાર સહિત અંદાજિત ત્રણ લાખની ચોરી કરી ગયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે રામપર ગામમાં જ અન્ય બે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેમાં મચ્છુમાંના મંદિરમાં પણ માતાજીની પાઘડી ચાંદીની બનાવેલ હતી તે અને છત્તર સહિત ચોરી ગયા હતા. ત્યારે ત્રીજી જગ્યાએ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા ત્યારે એક ડોશીમા જાગી ગયા જેથી તસ્કરો ભાગી ગયા હતા. મળતી માહિતી મુજબ રામપર ગામે એકી સાથે ત્રણ મંદિરમાં તસ્કરો ત્રાટકતા પોલીસને પણ પડકાર ફેંક્યો છે અને બે દિવસ પહેલા જ આજુબાજુના ગામમાં પણ તસ્કરો ચોરી કરીને નાસી છૂટ્યા હતા. ચોરી કરનાવા આવતા તસ્કરો ચારથી પાંચ લોકોની ટુકડીમાં આવે છે. તેવું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને માહિતી આપવામાં આવી હતી. જ્યારે હરસિધ્ધિ માતાજીના મંદિરમાં તસ્કારો ચોરી કરવા ઘૂસ્યાં ત્યારે સીસીટીવી કેમેરામાં તમામ દૃશ્યો કેદ થયા હતા. મંદિરમાંથી માતાજીની મૂર્તિ ઉપર નરાધમ તસ્કરો ચંપલ પેરી ઉપર ચડી જતા ત્યાંથી માતાજીનો છત્તર હાર સહિત સોના ચાંદીના દાગીના ચોરી કરી નાસી ગયા હતા. તે દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જ્યારે તસ્કરોના હાથમાં પાના તેમજ અન્ય સાધનો પણ જાેવા મળ્યા હતા અને મળતી માહિતી મુજબ આ ચડ્ડી બનીયાર ધારી ગેંગ હોય તેવું ગામ લોકોમાંથી જાણવા મળી રહ્યું છે. જ્યારે તસ્કરો દ્વારા એકી સાથે વધુ એક વખત મંદિરોને ટાર્ગેટ બનાવી પાંચ લાખથી વધુ સોના ચાંદીના દાગીના રામપર ગામમાંથી ચોરી કરીને નાસી ગયા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા એલસીબી અને પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.