Gujarat

જામનગરના લાખાબાવળમાં કારમાંથી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

જામનગર
જામનગરના લાખાબાવળ ગામની સીમમાંથી સ્થાનિક પોલીસે બોલેરો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી ૫૮ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. એલસીબીની ટીમે નિલકમલ સોસાયટીમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામથી સેવનસીઝન તરફ જવાના રસ્તા પરથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની હેકો ર્નિમળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. સુમિત શિયાળને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી ડી.પી.વાઘેલાની સૂચનાથી સીપીઆઈ એમ.આર. રાઠવાના નેજા હેઠળ પીએસઆઈ એમ.એ. મોરી, હેકો ર્નિમળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, તથા પો.કો. સુમિતભાઈ શિયાર તથા મયુરસિંહ જાડેજા, ખીમાભાઈ જાેગલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબની જીજે-૧૦-ટીએકસ-૪૯૧૭ નંબરની બોલેરો કાર પસાર થતા આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.૨૯ હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની ૫૮ બોટલ મળી આવતા પોલીસે દિવ્યરાજસિંહ અનોપસિંહ કંચવા, ભગીરથસિંહ રૂપસિંહ પરમાર અને વિરેન્દ્રસિંહ ઉર્ફે વિશાલ બહાદુરસિંહ કંચવા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ દારૂ અને બોલેરો સહિત કુલ રૂા.૪,૨૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. બીજાે રિઇડમા , એલસીબીના શિવભદ્રસિંહ જાડેજા અને ફિરોઝ ખફીને મળેલી બાતમીના આધારે જામનગરના ખોડિયાર કોલોની નિલકમલ સોસાયટીમાં રહેતો મુરુ નારણ ભાન નામનો શખ્સ તેના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાથી પીઆઈ જે.વી. ચૌધરી તથા ટીમે રેઈડ દરમિયાન મકાનમાંથી ૧૬૦ લીટર દારૂ, ૬૦૦ લીટર દારૂ બનાવવાનો આથો, લોખંડના ચૂલા, ગેસના બાટલા, ઇલેકટ્રીક મોટર, રૂા. ૧૦,૫૦૦ ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.૨૦ હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *