Gujarat

જામનગરના સ્વામી વિવેકાનંદ ગાર્ડનપાસે કોબ્રા સાપ દેખાતા રાહદારીઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરતા તે સ્થળે પહોંચીને તેનું રેસ્ક્યુ કર્યું

જામનગર
જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલા સ્વામી વિવેકાનંદ ગાર્ડન નજીક બસ સ્ટેન્ડમાં બેન્ચીસ ઉપર સાપ દેખાતા ત્યાંથી નીકળતા રાહદારીઓએ અને લોકો દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરવામાં આવી હતી. જેથી ડિપાર્ટમેન્ટ દ્વારા મયંક સોની નામના યુવાનને કોલ કરવામાં આવ્યો હતો જ્યારે યુવાન તાત્કાલિક સાત રસ્તા સર્કલ પાસે સ્વામી વિવેકાનંદ ગાર્ડન નજીક આવેલ બસ સ્ટેન્ડ પર પહોંચ્યા ત્યાં પહોંચી ૪ ફૂટ જેવો ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી પકડી લીધો હતો. ત્યારબાદ કોબ્રા સાપને કુદરતના ખોળે મુક્ત કરવામાં આવ્યો હતો. ગરમીના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે સાપની પ્રજાતિઓ ઘણી બધી છે અને ઘણા બધા સાપ નીકળે છે તો જાહેર જનતાને વિનંતી અને પબ્લિક ને સાપને જાેઈને કોઈ મારે નહીં અને તાત્કાલિક ફોરેક્સ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરે જેથી જે તે જગ્યામાં નજીકમાં જે કોઈ સ્નેક રેસ્ક્યુ કરતા હશે તે આવીને સાપનું વ્યવસ્થિત રીતે રેસ્ક્યુ કરીને કુદરતના ખોળા પર મુક્ત કરશે તેવું રેસ્ક્યુ કરનાર મયંકભાઇ સોની નામના યુવાને જણાવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ગાર્ડન નજીક બસ સ્ટેન્ડમાં કોબ્રા સાપ નીકળતા ની સાથે જ લોકોના ટોળા એકઠા થયા હતા અને સાપને નિહાળવા માટે લોકો દ્વારા ફોટોગ્રાફ અને વિડિયો પણ લેવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં નીકળતા વાહન ચાલકો પણ સાપને જાેવા ઊભા રહ્યા હતા થોડો સમય માટે લોકોના ટોળા સાપને જાેવા માટે એકઠા થયા હતા ત્યારે સાપને રેસ્ક્યુ કરનાર દીવાને લોકોને સમજાવ્યા હતા ત્યાર બાદ રેસ્ક્યુ કરીને સાપને લઈ જવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *