Gujarat

જામનગરની જોડીયા આઈ.ટી.આઈ. માં શૈક્ષણિક વર્ષ- 2023 માં પ્રવેશ મેળવી શકાશે

રાજ્ય સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ સંચાલિત સરકારી સંસ્થા જોડીયા આઈ. ટી. આઈ. માં
કોમ્પ્યુટર, ફીટર, વાયરમેન, ઈલેક્ટ્રીશિયન અને બ્યુટી પાર્લર ટ્રેડ જેવા વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. જેમાં, ધોરણ 8
અને 10 પાસ કરેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
તે અંગે, પ્રવેશ મેળવવા માટેનું ઓનલાઈન ફોર્મ આગામી તા. 25 જૂન સુધી ભરી શકાશે. રાજ્ય સરકારશ્રીના પ્રવર્તમાન
નિયમાનુસાર વિધાર્થીઓને શિષ્યવૃતિ તેમજ અન્ય લાભોની ફાળવણી કરવામાં આવશે. ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઈટ
www.itiadmission.gujarat.gov.in પર જઈને અરજી પત્રકમાં પોતાની સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે.
તેમજ, સવારના 10:30 કલાકથી સાંજના 05:30 કલાક સુધી આઈ. ટી. આઈ. જોડીયા, ભાદરા રોડ, જોડીયા તાલુકા ખાતે
જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ઓફલાઈન અરજી પણ કરી શકાશે. તેમ આચાર્યશ્રી, જોડીયા આઈ. ટી. આઈ. ની યાદીમાં જણાવવામાં
આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *