રાજ્ય સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ સંચાલિત સરકારી સંસ્થા ધ્રોલ આઈ. ટી. આઈ. માં
કોમ્પ્યુટર, મિકેનિકલ, ડીઝલ ફીટર, મોટર મિકેનિક, વ્હીકલ, વાયરમેન, ઈલેક્ટ્રીશિયન, સીવણ, બ્યુટી પાર્લર અને વેલ્ડર ટ્રેડ- આ
કોર્સમાં એડમિશન પ્રક્રિયા ચાલુ છે. ધોરણ 8 અને 10 પાસ કરેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
તે અંગે, ઓનલાઈન ફોર્મ આગામી તા. 25 જૂન સુધી ભરી શકાશે. રાજ્ય સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર શિષ્યવૃતિ
તેમજ અન્ય લાભોની ફાળવણી કરવામાં આવશે. ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઈટ
www.itiadmission.gujarat.gov.in પર જઈને પત્રકમાં સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે.
તેમજ, સવારના 10:30 કલાકથી સાંજના 05:30 કલાક સુધી આઈ. ટી. આઈ. ધ્રોલ, ખારવા રોડ, ધ્રોલ તાલુકા ખાતે જરૂરી
ડોક્યુમેન્ટ્સ સાથે ઓફલાઈન અરજી પણ કરી શકાશે. તેમ આચાર્યશ્રી, ધ્રોલ આઈ. ટી. આઈ. ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
