Gujarat

જામનગરની મહિલાએ શરૂ કર્યો ખાખરાનો ઉદ્યોગ

જામનગર
ભારતની નારીને પરિવારનો જરૂરી સહકાર મળે તો ઘરે પારણું ઝુલાવતી મહિલા સરહદ પર હથિયાર પણ ઉપાડી શકે છે. આવા જ જામનગરના એક મહિલા જેમણે પરિવારના સહકારથી ખાખરાનો ઉદ્યોગ શરૂ કર્યો હતો. જે આજે સારી કામણી રોળી રહ્યા છે. જામનગરમાં રહેતા ૪૮ વર્ષીય બીજલબા જાડેજા જેઓ ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે, એટલું જ નહીં તેમની સાથે આજે ૪૦થી મહિલાઓ કામ કરી પગભર બની છે. બીજલબેને શૂન્યમાંથી શરૂઆત કરી હતી. પ્રથમ ૧૦ પેકેટ ખાખરાના વહેંચતા હતા. જ્યારે હવે ૩૦૦ જેટલા પેકેટ વેચાઈ જાય છે. જ્યા કામ કરતી મહિલાઓનું કહેવું છે કે, બીજલબેનના કારણે અમારા બાળકો ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરે છે. જામનગરના સાહસિક મહિલા બીજલબેને કહ્યું કે, તેમની સફળતા પાછળ તેમના સાસુ, પતિ અને બહેનનો હાથ છે. શરૂઆતમાં પરિવારના ત્રણ સભ્યોએ સાથે મળી કરી હતી, ધીમે ધીમે બિઝનેસ સારો ચાલવા લાગ્યો અને આજે તેમને ત્યાં ૨૫ મહિલાઓ જાેડાઈ અને આર્થિક રીતે પગભર બની છે. સ્થાનિક બજારોમાં અમારે ત્યાં તૈયાર થયેલા ખાખરા વેપારીઓ જથ્થાબંધ લઇ જાય છે. બીજલબેનના પતિનું કહેવું છે કે, તેઓએ ૧૦ વર્ષ પહેલા શરૂઆત કરી હતી આજે તેમના ખાખરા સુરત, કચ્છ, ચેન્નાઇ સહિત અનેક શહેરોમાં એક્સપોર્ટ થાય છે. ફ્રી સમયનો સદુપયોગ થાય તે હેતુથી સાસુ, જેઠાણીએ મળીને કંઈક ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ધીમે ધીમે ખાખરા તૈયાર કરવાની તમામ મશીનરી અમે વસાવી છે. જગ્યાના અભાવે હાલ ૧૫ મહિલાઓ અહીં કામે આવે છે, જ્યારે ૪૦થી વધુ મહિલાઓને અમે તેમના ઘરેથી કામ કરે છે. શરૂઆત અમે ૧૦ પેકેટ ખાખરાથી કરી હતી, આજે રોજના ૩૦૦ પેકેટ ખાખરા તૈયાર કરીએ છીએ. અમે સાતથી આઠ પ્રકારના ખાખરા બનાવતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *