જામનગર જિલ્લામાં આગામી તા. 3 એપ્રિલના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજકેટની પરીક્ષા યોજાશે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિધ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા
આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. તેમજ પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ/ કોપીયર મશીન દ્વારા
મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવો
જરૂરી છે.
તે માટે, જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટર વિસ્તારની હદમાં
આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ તા. 03/04/2023ના રોજ
સવારના 10:00 થી સાંજના 04:00 કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો
કાઢવી નહીં.
તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક વોચ, અન્ય
ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અનાધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર, જામનગર
દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 હેઠળ સજાને પાત્ર
થશે. આ હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.
પરિશિષ્ટ મુજબ ગુજકેટની પરીક્ષા માટેના જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની યાદી
સજુબા સરકારી ગર્લ્સ સ્કૂલ યુનિટ 1 અને 2, ડી. એસ. ગોજીયા હાઈસ્કૂલ, એ. બી. વિરાણી કન્યા વિદ્યાલય, જી. એસ. મહેતા
કન્યા વિદ્યાલય, ડી. સી. સી. હાઈસ્કૂલ, નેશનલ હાઈસ્કૂલ, ભવન્સ એ. કે. દોશી વિદ્યાલય, સેન્ટ એન્સ હાઈસ્કૂલ, એલ. જી.
હરિયા હાઈસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ..
