જામનગર જિલ્લામાં આગામી તા. 23 એપ્રિલના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા TET- ।।- 2023 ની લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિધ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. તેમજ પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ/ કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવો જરૂરી છે.
તે માટે, જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ તા. 23/04/2023ના રોજ બપોરના 03: 00 થી સાંજના 05: 00 કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.
તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક વોચ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અનાધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.
પરિશિષ્ટ મુજબ TET- ।। ની પરીક્ષા માટેના જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની યાદી
શારદા મંદિર હાઈસ્કૂલ, શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય, એલ, જી. હરિયા સ્કૂલ યુનિટ 1 અને 2, ઉમેદસિંહજી સોઢા હાઈસ્કૂલ, ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, પી. વી. મોદી સ્કૂલ, કાલિન્દી વિદ્યાલય, સોઢા રસીલાબા કન્યા વિદ્યાલય, સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, ડી. એસ. ગોજીયા હાઈસ્કૂલ, એ. બી. વિરાણી કન્યા વિદ્યાલય, જી. એસ. મહેતા કન્યા વિદ્યાલય, ડી. સી. સી. હાઈસ્કૂલ, નેશનલ હાઈસ્કૂલ, ભવન્સ એ. કે. દોશી વિદ્યાલય, જે. કે. સોની કન્યા વિદ્યાલય, શ્રી પ્રણામી હાઈસ્કૂલ, ડી. સી. સી. વિવિધલક્ષી હાઈસ્કૂલ, સેન્ટ એન્સ હાઈસ્કૂલ, શાસ્ત્રી ત્રમ્બકરામ હાઈસ્કૂલ, સન શાઈન હાઈસ્કૂલ, બ્રિલિયન્ટ હાઈસ્કૂલ, સેન્ટ એન્સ હાઈસ્કૂલ, એલ. જી. હરિયા હાઈસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલ.
