જામનગર
જામનગર તાલુકાના આમરા ગામમાં લાયસન્સ વગરની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની બાતમીના આધારે એલસીબીની ટીમે જીવતા કાર્ટીસ અને પિસ્તોલ સાથે સલાયાના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામનગર-ખંભાળિયા હાઈવે પર આમરા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની બાતમીના આધારે તપાસ કરી એલસીબીએ સુલતાન ઉર્ફે ગાંડી જુસબ સુભણિયા નામના શખ્સને એક પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો અને હથિયારનો ઉપયોગનો હેતું શું હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
