Gujarat

જામનગરમાં આવતીકાલે દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર યોજાશે

અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય
ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક- અધિકારો વિષે માહિતગાર કરવા માટે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર
દ્વારા 'દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર' યોજાશે. ઉપરોક્ત નિઃશુલ્ક શિબિરમાં ભાગ લેવા માટે દિવ્યાંગ અથવા
તેમના વાલીએ પોતાનું નામ, મોબાઈલ નંબર અને તેમની વિકલાંગતાની વિગત સાથે આજે સાંજ સુધીમાં દિવ્યાંગ મહિલા
અધિકાર સમિતિ, જામનગરના સેક્રેટરી શ્રી રિયાબેન ચિતારા (મો. નંબર 9484772277) પાસે નોંધણી કરાવવાની રહેશે.
શિબિરમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અંત્યોદય યોજના તળે લાભાન્વિત દિવ્યાંગોને માહિતીગાર કરવામાં આવશે. ઉપરોક્ત
શિબિર આવતીકાલે તા. 30 એપ્રિલના રોજ સવારે 10:00 કલાક દરમિયાન આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, માધવરાય
મંદિર પાસે, ખંભાળિયા નાકા બહાર, જામનગર ખાતે યોજાશે. તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ શ્રી સત્તારભાઈ એમ.
દરદાજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *