Gujarat

જામનગરમાં કિચન ગાર્ડન બનાવવા માટેના તાલીમ સત્રમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે

જામનગરમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા નાણાંકીય વર્ષ 2023- 24 માં 'અર્બન
હોર્ટિકલચર ડેવલપમેન્ટ સેન્ટર' દ્વારા કિચન, ન્યુટ્રીશન, બાલ્કની અને ટેરેસ (છત) માં ગાર્ડન કેવી રીતે બનાવવા અને માઈક્રોગ્રીન્સ જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવશે. અત્રે, વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધણી કરવામાં
આવશે.
આ તાલીમ સત્રમાં ભાગ લેવા માટે ઈચ્છુક 18 થી 60 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ નગરજનો અરજી/ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
તે માટે, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન- 4, પહેલો માળ, રૂમ નં. 48, સુભાષ પુલ પાસે, જામનગર
ખાતે રૂબરૂ આવીને અરજી કરી શકાશે. આ અંગે, વધુ માહિતી મેળવવા માટે કચેરીના સંપર્ક નં. 0288- 2571565 પર સંપર્ક
સાધી શકશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *