Gujarat

જામનગરમાં ખેડૂતો પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે અરજી કરી શકશે

જામનગરમાં ખેડૂતોને પાણીના ટાંકા બનાવવા માટે અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે
રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સહાય યોજના વર્ષ 2023- 24 માં 'આઈ- ખેડૂત પોર્ટલ' પર જઈને ઓનલાઈન અરજી
કરી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતો www.ikhedut.gujarat.gov.in નામની વેબસાઈટ પર
જઈને આગામી તા. 15/05/2023 ના રોજ સવારે 10:30 કલાકથી ઓનલાઈન અરજી કરી શકશે.
અત્રે, વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે. ખેડૂતોને પૂર્વ મંજુરી મળ્યેથી ઓનલાઈન કરેલી અરજીની નકલ સાથે
જરૂરી સાધનિક દસ્તાવેજો અત્રેની સંબંધિત કચેરીને મોકલી આપવાના રહેશે. તેમજ, અન્ય ખેતીવાડીની સહાયકારી
યોજનાઓના ઘટકો માટે સમયાંતરે રાજ્ય સરકારશ્રીમાંથી વહીવટી મંજૂરી મળ્યા બાદ 'ikhedut પોર્ટલ' પર ઓનલાઈન અરજી
કરવા માટેની જાણ કરવામાં આવશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *