Gujarat

જામનગરમાં રશિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

જામનગર
જામનગર એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જતા વિમાનમાં બોમ્બ હોવાની શંકાને લઇ તપાસનો ધમધમાટ ચાલ્યો હતો સતત ૯ કલાકથી સુરક્ષા એજન્સીઓ વિમાનમાં દરેક વસ્તુનું જીણવટભર્યું ચેકિંગ કરી છે એનએજીએસ જામનગર, રાજકોટ, મોરબી સહિતની બોમ્બ સ્કવોડ અને ગુજરાત એટીએસ પણ તપાસમાં જાેડાઇ હતી. સતત નવ કલાક સુધી વિમાન અને મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ ૨૩૬ મુસાફરો અને ૮ ક્રૂમેમ્બરને દૂર સુરક્ષિત રાખી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જાે કે સતત ૯ કલાકના ચેકિંગ બાદ કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. મુસાફરોને ગોવા મોકલવા માટે સુરક્ષા એજન્સીના ક્લિયરન્સ બાદ ફ્લાઇટને રવાના કરવામાં આવ્યું હતું. ૯ જાન્યુઆરીએ રાતે ૧૧ વાગ્યા આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી.જેને લઇને મોસ્કોથી ગોવાની અઝુર એરબસ નામની ફ્લાઈટને જામનગર એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરાઇ હતી અને ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. વિમાનમાં ૨૩૬ મુસાફરો અને આઠ ક્રૂ એટલે ૨૪૪ મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો રશિયાના હોવાની માહિતી મળી રહી છે. મુસાફરોને જામનગર એરપોર્ટ ખાતે રાખવામાં આવ્યાં છે. વિદેશી મુસાફરો હોવાથી ઈમિગ્રેશન કરવા પડે તેવી માહિતી મળી રહી છે. ફ્લાઇટને સંપૂર્ણપણે ખાલી કરી એરફોર્સની અંદર લઈ જવામાં આવ્યા હતાં અને ફ્લાઈટનું અંદરથી બોમ્બ સ્કોડ સહિત સુરક્ષાકર્મી ચેકીંગ કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *