જામનગર
જામનગરમાં સાત રસ્તાથી ગોકુલ નગર તરફ જતા ઇન્દિરા માર્ગ પર રોંગ સાઈડમાં આવેલા એક છોટા હાથી ના ચાલકે ત્રણ બાઈક ચાલકોને હડફેટમાં લીધા હતા, અને અકસ્માત સર્જાયો હતો. જેને લઈને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સદભાગ્ય કોઈને જાનહાનિ થઈ ન હતી. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના ઇન્દિરા માર્ગ પર રોજી પંપ નજીક . જીજે ૧૩ ટી.વી.૪૮૧૩ નંબરના છોટાહાથીના ચાલકે પોતાનું વાહન બેકાળજીપૂર્વક અને રોંગ સાઈડમાં ચલાવીને સામેથી આવી રહેલા એકી સાથે ત્રણ બાઈક ચાલકોને હડફેટમાં લઈ લીધાં હતા, જેના કારણે ભારે અફડા તફડી થઈ. હતી, અને ટ્રાકિકજામ થઈ ગયો હતો. જાેકે સદભાગ્ય આ અકસ્માતમાં કોઈ વાહન ચાલકને ઈજા થઈ ન હતી. અને છોટાહાથી નો વાહન ચાલક પોતાનું વાહન છોડીને ભાગી છૂટ્યો હતો.આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને ટ્રાફિકને મુક્ત કરાવી વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. પોલીસ છોટા હાથીના ચાલક ને શોધી રહી છે.