Gujarat

જામનગરમાં સમગ્ર શિક્ષા અભિયાન- આઈ.ઈ.ડી. યુનિટ દ્વારા ‘સુપર જોડી દોડ સ્પર્ધા’ યોજાઈ  

ગત તા. ૦૫ ફેબ્રુઆરીના રોજ બ્લિસ લર્નિંગ સેન્ટર, સુરક્ષા સેતુ સોસાયટી, જામનગર જિલ્લા પોલીસ અને સમગ્ર શિક્ષા અભિયાન- આઈ.ઈ.ડી. યુનિટના સંયુક્ત ઉપક્રમે ‘સુપર જોડી દોડ સ્પર્ધા’ યોજાઈ હતી. આઈ.ઈ.ડી. યુનિટ અને આઈ.ઈ.ડી.એસ.એસ. યુનિટ વિભાગ, જામનગરના શિક્ષકો દ્વારા જામનગર તાલુકાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ બંને સાથે ભાગ લઈ શકાઈ તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર શિક્ષા અભિયાન- આઈ.ઈ.ડી. યુનિટ, જામનગર દ્વારા વર્ષભરમાં દિવ્યાંગ બાળકોને સમાજમાં સ્થાન મળે અને તેમનો જુસ્સો વધારે તેવા નૈતિક હેતુથી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. કાર્યક્રમના અંતે આ બાળકોને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત કાર્યક્રમમાં જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, શ્રી મી. નેગીસર, બ્લિસ લર્નિંગ સેન્ટરના સંચાલક શ્રી મનીષાબેન, શ્રી દીપિકાબેન તેમજ સમગ્ર શિક્ષા અભિયાન- આઈ.ઈ.ડી. યુનિટના અન્ય કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IED-UNIT-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *