તાજેતરમાં ભારતીય સેનામાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે વિવિધ જગ્યાઓની ભરતી પ્રક્રિયા રાજકોટ ખાતે યોજાઇ હતી. આર્મી રિકૃટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા આપેલ પત્ર અન્વયે રાજકોટ ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં એડમિટ કાર્ડ મેળવેલ ઉમેદવારોની લેખિત પરિક્ષાના સ્થળમાં ફેરફાર થયેલ છે.
આ ઉમેદવારો માટે કોમન એન્ટ્રન્સ એકઝામ (CEE) આગામી તા.૧૫/૦૧/૨૦૨૩ના રોજ ઈનફન્ટ્રી લાઈન, સોમનાથ ગેટ, જામનગર ખાતે યોજાશે. જેથી તમામ ઉમેદવારોએ ઉપરોક્ત જણાવેલ પરીક્ષા સ્થળ ફેરફારની નોંધ લેવી. આ અંગે વધુ માહિતી માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અને આર્મી રિકૃટમેન્ટ કચેરીનો સંપર્ક સાધી શકાશે, તેમ મદદનીશ નિયામકશ્રી (રોજગાર), જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
