જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો વર્ષ 2023- 24 અંતર્ગત બાગાયત
વિભાગ, જામનગર દ્વારા ચાલતી વિવિધ સહાય અને લાભો મેળવવા માટે આગામી તા. 31/05/2023 સુધી આઈ-
ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
બાગાયત વિભાગ દ્રારા ચાલતી વિવિધ સહાયો જેમાં કમલમ (ડ્રેગન ફ્રૂટ) ફળ વાવેતર સહાય યોજના, પ્લાસ્ટિક
આવરણ (મલચીંગ), વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં 90%
સુધીની સહાય, પપૈયા, કેળ (ટીસ્યુ), સ્ટ્રોબેરી ફળના વાવેતર માટેની સહાય, ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો- જેવા
કે આંબા, જામફળ, દાડમ, લીંબુ, ખારેક (ટીસ્યુ) વાવેતર માટેની સહાય, છુટા ફૂલો, કંદ ફૂલો, બાગાયતી પાકના
પ્રોસેસિંગના નવા યુનિટ માટેની સહાય, હાઈબ્રીડ બિયારણ (શાક્ભાજીના વાવેતર માટે), ડ્રિપ ઈરીગેશન માટે
પાણીના ટાંકા, બાગાયતી પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરીયલ સહાય, ટુલ્સ, ટ્રેકટર
માઉન્ટેન્ડ, ઓપરેટેડ સ્પ્રેયર (35 BHP થી વધુ), ઇલેટ્રોસ્ટેટિક, ટ્રેકટર માઉન્ટેન્ડ અને ઓપરેટેડ સ્પ્રેયર (20 BHP
થી ઓછા), પાવર નેકપેક, પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (8- 12 લી., 12- 16 લી. અને 16 લિટરથી વધુ
ક્ષમતા), મેન્યુઅલ સ્પ્રેયર, નેકપેક અને ફુટ ઓપરેટેડ પ્રકારના સ્પ્રેયર પર સહાય યોજના હાલમાં બાગાયત વિભાગ
દ્વારા કાર્યરત છે.
આ ઉપરાંત, સ્વયઁ સંચાલિત બાગાયત મશીનરી, ઔષધીય અને સુગંધિત પાકોના વાવેતર અને ડિસ્ટિલેશન યુનિટની
સહાય, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, નેટહાઉસ – નળાકાર સ્ટ્રક્ચર
માટે, પોલીહાઉસ (નેચરલી વેન્ટિલેટેડ), નળાકાર સ્ટ્રક્ચર માટે, નાની નર્સરી (1 હેકટર), ઈકવિપમેન્ટ, શોર્ટિંગ અને
ગ્રેડીંગના સાધનો, પી. એચ. એમ. ના સાધનો જેમાં વજનકાંટા, પેકિંગ મટીરીયલ્સ, પ્લાસ્ટિક ક્રેટ્સ પર સહાય,
કોમ્પ્રીહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ જેમાં પ્રાયમરી, મોબાઇલ અને મિનિમલ
પ્રોસેસિંગ યુનિટ અને વિવિધ યોજનાઓ હાલમાં બાગાયત વિભાગ દ્વારા કાર્યરત છે.
રાજ્ય સરકાર તરફથી મળતી આર્થિક સહાય અને લાભો મેળવવા માંગતા તમામ ખેડૂતોએ આઈ- ખેડૂત પોર્ટલ પર
જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ નકલ, 7- 12, 8- અ, જાતિના દાખલા,
આધારકાર્ડ, રેશન કાર્ડ અને બેન્ક બચત ખાતાંની નકલ સાથે જોડીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા
સેવા સદન- 4, પહેલો માળ, સુભાષ પુલ પાસે, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે
કચેરીના ફોન નં. 0288- 2571565 પર સંપર્ક કરી શકાશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.
