Gujarat

જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં આર. ટી. ઓ. કચેરી દ્વારા વાહન ફીટનેસ કેમ્પનું આયોજન

જામનગર જિલ્લાની જાહેર જનતાને વાહનોના ફીટનેસ કેમ્પ માટે સામાજિક અંતર જળવાઈ રહે અને
કોવિડ- 19 ની ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન થાય, તે રીતે જિલ્લાના વિવિધ તાલુકાના સ્થળો પર વાહનોના ફીટનેસ
ઈન્સપેકશનમાં હાજર રહેવા માટે જણાવવામાં આવે છે.
જે અંતર્ગત, આર. ટી. ઓ. કચેરી, જામનગર દ્વારા ધ્રોલમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડીઝલના પંપ
પાસે આગામી તા. 24/05/2023 ના રોજ, કાલાવડમાં મુ. GEB ઓફિસની સામે, વાવડી રોડ પાસે તા. 25/05/2023 ના
રોજ, લાલપુરમાં તા. 26/05/2023 ના રોજ લાલપુર માર્કેટિંગ યાર્ડની સામે, 66 KV બાજુનું મેદાન આગળ યોજાશે. તેમજ
જામજોધપુરમાં જામજોધપુર ગૌશાળા પાસે, નદીના કાંઠા પરનું મેદાનમાં તા. 26/05/2023 ના રોજ, તમામ પ્રકારના
વાહનોનો ફીટનેસ ઈન્સ્પેકશન કેમ્પ યોજાશે.
ઉપરોક્ત સ્થળ અને તારીખે માત્ર અહીંયા જણાવેલી વિગતે જ વાહનોના ફીટનેસ ચેકીંગ થશે. ફીટનેસ રીન્યુઅલ માટે આવતા
અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે. જે વાહનોનું પી. યુ. સી. સર્ટિફિકેટ
ઓનલાઈન કઢાવેલું હશે, તેનું જ ફિટનેસ ઈન્સ્પકેશન કરી આપવામાં આવશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી,
જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *