Gujarat

જામનગર જિલ્લામાં ટુ- વ્હીલર વાહનો માટેની નંબર સીરીઝના ઈ- ઓકસન યોજાશે

જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો માટે ટુ- વ્હીલર મોટર સાયકલ પ્રકારના વાહનો
માટેની નંબર સિરીઝ જીજે-10-ડીકયુ (DQ)ના ઈ- ઓકસન યોજાશે.
જેમાં, ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા. 16/06/2023 થી 20/06/2023 તથા ઈ-ઓકશનનો
બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા. 20/06/2023 થી 20/06/2023 રહેશે. આ ઈ- ઓકશનનું પરિણામ આગામી તા.
22/06/2023 ના બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે.
આ પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને નોંધણી/ રજીસ્ટ્રેશન
કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇ- ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇ- ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત
વેબસાઇટ પર લોગ- ઈન કરીને વાહન ખરીદીના દિવસ- 07ની અંદર ઓનલાઇન સી. એન. એ. ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ
કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન 1000 ના
ગુણાંકમાં વધારી શકશે. ઈ- ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની
કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.

પસંદગીના નંબર મળેલ અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ- 05 માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે
પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *