જામનગર જિલ્લામાં આવેલા બેડ અને સોયલ ગામ પાસે આવેલા ટોલનાકાઓ પરથી પસાર થતા
ટોલટેક્ષ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલી નિશ્ચિત જગ્યાએ થોભાવવું. તેમજ
સરકારશ્રીએ સુનિશ્ચિત કરેલો ટોલટેક્ષ ચુકવી તેની પહોંચ મેળવી લેવી. જેમને નિયમાનુસાર ટોલ ટેક્સમાંથી મુક્તિ મળવાપાત્ર
હોય તો તે અંગેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી કે એજન્ટને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવું.
આ ઉપરાંત, ઉપરોક્ત ટોલનાકાઓ નજીક હોય તેવી જમીનના માલિકોએ વાહનોને ટોલનાકામાંથી પસાર થવાને બદલે પોતાની
ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઈ શકે તેવો કોઈપણ પ્રકારનો બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પડી શકાશે
નહીં. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલું આ જાહેરનામું આગામી તા.
22/05/2023 સુધી અમલમાં રહેશે.
ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 હેઠળ સજાને
પાત્ર થશે. સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાંઓથી જે વાહનોને ટોલટેક્ષ ચુકવવામાંથી મુક્તિ આપવામાં
આવેલા હોય તેવા વાહનચાલકોને આ જાહેરનામાંની જોગવાઈ લાગુ પડશે નહીં.
