Gujarat

જામનગર જિલ્લામાં માછીમારોએ આગામી તા. 31 મે સુધીમાં રિટર્ન એન્ટ્રી ટોકન મેનેજમેન્ટ સિસ્ટમમાં નોંધણી કરાવાની રહેશે

જામનગર જિલ્લાની તમામ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ/ એસોસિયેશનના હોદ્દેદારો, માછીમાર
આગેવાનો, નાતપટેલો, તમામ બોટ માલિકો અને તમામ માછીમારો માટે મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ગાંધીનગરના આધાર- 2
મુજબના અને અત્રેની કચેરીના આધાર- 3 મુજબના પરિપત્ર અનુસાર, જામનગર જિલ્લાના દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ
વિસ્તારમાં આગામી તા. 01 જૂનથી તા. 31 જુલાઈ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં
માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા તા. 20 મી મે ના રોજ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાં અનુસાર જામનગર
જિલ્લામાં માછીમારોને દરિયાઈ વિસ્તારોમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી, પશ્ચિમ દરિયાઈ કાંઠા
વિસ્તારમાં અને જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા. 01/06/2023 થી
31/07/2023 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારોને માછીમારી કરવા પર તેમજ
અન્ય કોઈપણ પ્રકારની પ્રવૃતિઓ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જેથી, હાલમાં દરિયામાં માછીમારી કરી રહેલા તમામ માછીમારી બોટ્સ અને નવા ટોકન લઇને માછીમારી કરવા માટે જતી
તમામ બોટ્સના માલિકોને આગામી તા. 31 મે સુધીમાં ફરજિયાતપણે પોતપોતાના બંદર ખાતે પરત ફરવાનું રહેશે. તેમજ પરત
આવેલી બોટોએ તમામ બોટોની આવક અંગેની રિટર્ન એન્ટ્રી ટોક મેનેજમેન્ટ સિસ્ટમમાં આગામી તા. 31 મે સુધીમાં અચૂકપણે
કરાવવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.
ઉપરોક્ત આદેશનો ભંગ કરનારી વ્યક્તિ સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો- 2003 ની કલમ- 6/1 (ટ) ના ભંગ બદલ કલમ-
21/1 (ચ) મુજબ દંડને પાત્ર થશે. તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા તા. 20 મી મે ના રોજ પ્રસિદ્ધ
કરવામાં આવેલા જાહેરનામાંનો ઉલ્લંઘન કરવા બદલ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *