જામનગર તા. 05 મે, જામનગર શહેર ઝોનલ- 1 અને ઝોનલ- 2 તેમજ જામનગર ગ્રામ્ય તાલુકાના ગામોના 'રાષ્ટ્રીય અન્ન
સુરક્ષા કાયદા' (N. F. S. A.) હેઠળ 'અંત્યોદય યોજના' હેઠળ લાભાન્વિત થવા માટે પાત્રતા ધરાવતા દિવ્યાંગો નિયત અરજી પત્રક
ભરીને લાભ મેળવી શકે છે. જિલ્લા કાનૂની સેવા સતા મંડળ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આશાદીપ
વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, ખંભાળિયા નાકા બહાર, જામનગર ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ પોતાની અરજી પહોંચાડી શકે છે.
જે અંગે, દિવ્યાંગ લાભાર્થીઓએ પોતાના અરજી પત્રકની સાથે રેશનકાર્ડની નકલ, પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડની
નકલ, જામનગર ગ્રામ્ય મામલતદારશ્રીનો પરિવારના મુખ્ય વ્યક્તિનો આવકનો દાખલો, મુખ્ય વ્યક્તિની બેન્ક પાસબુક, ચૂંટણી
કાર્ડ, લાઈટબિલ, વેરા બિલ, દસ્તાવેજ અને ભાડા કરારની નકલો પૈકી કોઈપણ એક નકલ, દિવ્યાંગ ઓળખપત્ર અને એસ. ટી.
બસ પાસની નકલો સાથે ઉપરોક્ત જણાવેલા સરનામાં પર આગામી તા. 07/05/2023 સુધીમાં જમા કરાવવાની રહેશે.
આ અંગે, વધુ માહિતી મેળવવા માટે જિલ્લા પુરવઠા કચેરીના ટેલિફોન નં. 0288- 2553897 અને દિવ્યાંગ ટ્રસ્ટના મોબાઈલ
નં. 9484772277 પર સંપર્ક સાધી શકાશે. અરજીઓ મળ્યા બાદ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ
લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે.
