જામનગર જિલ્લામાં ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશન (FPO)ની રચના સબબ જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના ઉપક્રમે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને ”જિલ્લા મોનીટરીંગ કમિટી” ની પ્રથમ બેઠક તા.૧૮/૦૧/૨૦૨૩ ના રોજ યોજાઈ હતી.
આ બેઠકમાં ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય, સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ નાના—સીમાંત ખેડૂતોને ઘર આંગણે ઉપલબ્ધ થાય તેમજ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા તથા પાકનું મૂલ્યવર્ધન કરવા સઘન પગલાં લેવા અંગે(FPO) ની રચના કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત સૌને સંપ, સહકાર તથા સંગઠનથી કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જામનગર જિલ્લામાં હાલમાં કાર્યરત ઠેબા તથા લતીપુર (FPO) ના પ્રતિનિધિ તેમજ જોડીયા, જામજોધપુર અને લાલપુર તાલુકાનાં (FPO)ની રચના માટે ઉત્સાહી સહકારી અગ્રણીઓએ તેમજ પ્રોજેકટ ડાયરેકટર ડી.ડબલ્યુ.ડી., નિયામકશ્રી ડી.આર.ડી.એ., ખેતીવાડી, બાગાયત, ફિશરીઝ, પશુપાલન, આત્મા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લીડ બેન્ક મેનેજર તથા નાબાર્ડ CBBO તરીકે TCSRD મીઠાપુરના અધિકારીઓ વગેરેએ ભાગ લીધો હતો.


