જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુગાર ગામ ખાતે આનદ આશ્રમ શ્રી બાલેશ્વર મહાદેવ મંદિર ની જગ્યાએ શ્રી રામ લક્ષમણ જાનકી મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 111 પાટલા નો શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા.27.04.2023 ના રોજ પોથી યાત્ર ના મુખ્ય યજમાન એડવોકેટ કેતનભાઈ પી. આશર અને આશર પરિવારના સભ્યો દ્વારા મુખ્ય પોથી ગામ ના રામજી મંદિરે બે બગીઓમાં સાધુ સંતો અને ખુલ્લી જીપમાં પોથીસાથે યજમાન બિરાજમાન હતા. અને ડીજે ના તાલ સાથે વાજતે ગાજતે કથા ના મંડપ સુધી પહોંચ્યા બાદ કથા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો..અને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા..
અને કથા ના બીજા દિવસે સાંજના સમયે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વ્યાસ પીઠ પર બિરાજમાન વકતા શાસ્ત્રી શ્રી નરેન્દ્રભાઈ બી.વ્યાસ *જૂનાગઢ વાળા).નું ફુલહાર અને શાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું. અને કથાકાર દ્વારા તેમનું પણ સન્માન કર્યું હતું. અને બાલેશ્વર મહાદેવ મંદિર ના શ્રી શ્રી 1008 મહંત શ્રી શ્યામ બિહારીદાસ શાસ્ત્રીજી દ્વારા રાઘવજીભાઈ પટેલ નું ફુલહાર અને શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવેલ.ગામના નંદલાલ ભેંસદડિયા તથા અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.. અને તા.30.04
23 ના રોજ રવિવારે રાત્રે 9 કલાકે સતવાણી કલાકાર નિરંજનભાઈ પડ્યા અને હાસ્ય કલાકાર દ્વારકા વાળા જીતુભાઇ નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે…………….
ત્રી દિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ પાવન પ્રસંગો
પ્રથમ દિવસે તા.01.05.23ના રોજ ગણપતિજીનું પૂજન..જળયાત્રા..ગ્રહ શાન્તિ..
બીજા દિવસે તા.02.05.23 ના રોજ નગરયાત્રા.. પ્રસાદ વાસ્તુ હોમ..ધાન્યાધીવાસ…………..
ત્રીજા દિવસે તા.03.05.23 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાં હુતી..હોમહવન બપોરના 11.45 કલાકે……………………………
આ સમગ્ર કથા નું આયોજનના અધ્યક્ષ સ્થાન આનદદાસજી મહારાજ “”આનદ આશ્રમ “”
નિમંત્રક શ્રી શ્રી 1008 મહંત શ્રી શ્યામબિહારીદાસ શાસ્ત્રીજી ગુરૂ શ્રી આનદદાસજી મહારાજ તથા સમસ્ત મોટી બાણુગાર ના ગ્રામજનો દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે……………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા…………….


