પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જીલ્લાના ફલ્લામાં આવેલી ગ્રામીણ બેન્કમાં ફલ્લા પાસે આવેલા ખેંગારકા ગામની પરણીત યુવતી નોકરી કરે છે. જયારે ફલ્લા ગામનો ધવલ શાંતીલાલ પટેલ પણ આ જ બેન્માં નોકરી કરે છે.
ત્યારે ધવલ પટેલે આ યુવતિની છેડતી કરતા યુવતિએ તેના પતિ તથા સસરાને જાણ કરી હતી. જેથી યુવતિના પતિ મિલન ગોવિંદભાઇ ઘેટીયા અને યુવતિના સસરા ગોવિંદભાઇ ઓઘવજીભાઇ ઘેટીયા ધવલને ઠપકો આપવા માટે બેન્કે આવ્યા હતા અને ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ડખ્ખો થતા ધવલ શાંતીલાલ પટેલ ગોવિંદભાઇ ઓધવજીભાઇ ઘેટીયા અને મિલન ગોવિંદભાઇ ઘેટીયા ઉપર છરીના ઘા ઝીંકી દેતા ગોવિંદભાઇ ઘેટીયાનું મોત થયું હતું. જ્યારે તેના પુત્ર મિલન ગોવિંદભાઇ ઘેટીયાને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગર ખસેડેલ છે. જામનગર પંચકોચી પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવથી કડવા પટેલ પરિવારમાં ઘેરો શોક છવાઇ ગયો છે.
તસ્વીરમાં મૃતક ગોવિંદભાઇ ઓધવજીભાઇ ઘેટીયા અને ઇજાગ્રસ્ત મિલન ગોવિંદભાઇ ઘેટીયા નજરે પડે છે.
રિપોર્ટર – નિખીલ ભોજાણી