જામનગર જોઈસર પરિવાર દ્વારા દડિયા ખાતે યજ્ઞ નું આયોજન તા. 4/5/2023 ના રોજ રાખવામાં આવેલ છે. યજ્ઞ માં સાથકમાં બેસવા માટે તેમજ ધ્વજારોહણ બીડું હોમવા માટે ની ટિકિટ નો ડ્રો તા.29/04/2023 શનિવાર ના રોજ રાતે 8 વાગે, 49 દિગ્વિજય પ્લોટ ગોરધનભાઈ જોઈસર ના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે.
જે અંતર્ગત અગત્ય ની બેઠક તા,23/04/2023 રવિવાર ના રોજ રાતે 9 વાગ્યે ગોરધનભાઈ જોઈસર ના નિવાસ સ્થાને રાખેલ છે અને જ્યાં ડ્રો ની ટિકિટ નું વિતરણ પણ ત્યારે કરવામાં આવશે. આ બેઠક માં જોઇસર પરિવાર ના દરેક સભ્યો એ ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યું છે.
