સુરેન્દ્રનગર
પોલીસે કતલખાને લઇ જવાતા ૧૮ ઘેટાને બચાવાયા હતા. જેમાં ટાટા સુમો ગાડીમા નાના નર ઘેટા જીવ નંગ-૧૮ ભરી કતલખાને લઇ જવા માટે હેરાફેરી કરતા બે ઇસમોને કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૩૬,૦૦૦/-સાથે જાેરાવરનગર પોલીસે ઝડપી લીધા છે. પોલીસ અધિક્ષક હરેશ દુધાત તથા નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન એચ.પી.દોશીનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર રીતે પશુઓની કતલ માટે થતી હેરાફેરી અટકાવી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલી હોય, જે અન્વયે અમારી સુચના મુજબ પોલીસ સ્ટાફના માણસો નાઇટમા વાહન ચેકીંગમા હતા.તે દરમ્યાન મુળી તરફથી એક સિલ્વર કલરની ટાટાસુમો ફોરવ્હીલ ગાડી રજી નંબર- જીજે-૧૩-એન-૨૦૩૨ વાળી આવતા તેને સાઇડમાં ઉભી રખાવી હતી. અને ટાટા સુમો ગાડીનો પાછળનો દરવાજાે ખોલી જાેતા વચ્ચેની સીટમાં તથા પાછળની સીટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરી કતલખાને લઇ જવાના ઇરાદે જીવતા નાના બછડા નર ઘેટા નંગ-૧૮ કોઇ ધાસચારો કે પાણીની વ્યવસ્થા નહીં રાખી ખીચોખીચ ભરેલી હાલતમાં જાેવામાં આવ્યા હતા. જેથી બન્ને ઇસમો પાસે આ નર ઘેટા ભરવા અને હેરાફેરી કરવા પાસ પરમીટ માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવ્યું હતુ. જેથી નાના બછડા નર ઘેટા જીવ નંગ-૧૮ જેની કી.રૂ.૩૬,૦૦૦/- ગણી કબ્જે કર્યા હતા. તેમજ સિલ્વર કલરની ટાટાસુમો ગાડી રજી નંબર – જીજે -૧૩-એન-૨૦૩૨ કી.રૂ.૧,૦૦,૦૦૦/-ગણી તપાસ અર્થે કબ્જે કર્યો છે.તેમજ પકડાયેલ બન્ને ઇસમોને આ નાના બછડા નરઘેટા ક્યાંથી લઇ આવેલા ? અને કયાં લઇ જતા હતા ? તે બાબતે પંચો રૂબરૂ પુછપરછ કરતા જણાવેલુ કે, આ નાના બછડા નરઘેટા કતલખાને કાપવાના છે. તેમ કહી લાલાભાઇ ભરવાડ ( રહે.નાયકા તા.મુળી )વાળા પાસેથી ખરીદેલા હતા. અને હાલે મારા ઘરે લઇ જતો હોય તેમ જણાવતા મજકુર પકડાયેલ બન્ને ઇસમો તથા આ ઘેટા લાલાભાઇ ભરવાડ ( રહે નાયકા તા.મુળી ) વાળા પાસેથી લાવેલા હોય જેથી ત્રણેય ઇસમો વિરૂધ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
