Gujarat

જિંદગી તક આપે છે, ગમે ત્યાંથી નવી શરૂઆત કરી શકાય છે

ખાસ અહેવાલ: રોહિત ઉસદડ

‘‘દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસથી જિંદગીની કોઈ પણ જંગ જીતી શકાય છે, જિંદગી તક આપે છે, અને જીંદગીના કોઈ પણ પડાવેથી નવી શરૂઆત કરી શકાય છે’’.

આ વિધાન છે, ૧૩ વર્ષ સુધી મીડિયા, ફાઈનાન્સ અને ટેકનોલોજી જેવા ખાનગી ક્ષેત્રમાં નોકરી કર્યાં બાદ અને અઢી વર્ષની આખરી મહેનત કર્યા પછી જીપીએસસીની પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સફળતા મેળવનાર અને હાલ પ્રોબેશન પર જૂનાગઢ પોલીસમાં ડિવિઝન ઓફિસમાં ફરજ બજાવતા ગાયત્રી દિનેશસિંહ રાજપુતના.

ગાયત્રી રાજપૂતની આ સફળ દર્શાવે છે કે, જીવનમાં ગમે ત્યાંથી અને ગમે ત્યારે શરૂઆત કરી શકાય છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવતા ગાયત્રી રાજપુત કહે છે કે, સ્કૂલના શિક્ષણ દરમિયાન એનસીસી સાથે જોડાયેલ હતી. ત્યારથી જ મનમાં એક ખૂણામાં યુનિફોર્મ સાથે લગાવ હતો. બીજી તરફ પિતા દિનેશસિંહ આર્મીમાં હતા, એટલે યુનિફોર્મ માટે રિસ્પેક્ટ હતી. જે મને પોલીસી ઇન્સ્પેક્ટરની નોકરી સુધી લાવી.

૧૩ વર્ષ સુધી ખાનગી ક્ષેત્રમાં નોકરી કર્યાં બાદ સરકારી નોકરીની તૈયારી કરવી તો મુશ્કેલ છે, પણ વિચાર્યું કે, તક છે, તો શરૂઆત કરી શકાય છે. પ્રથમ પ્રયત્નમાં પીઆઈની પરીક્ષામાં રનિંગમાં ફેઈલ પણ થઈ. પરંતુ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસના પરિણામે આજે સફળતા મળી છે.

ગાયત્રી કહે છે કે, જે જવાબદારી મળી છે તેને પૂર્ણ નિષ્ઠાથી નિભાવવાના છે અને સમાજે જે આપ્યું છે તે તેને પરત આપવાના પ્રયાસ રહેશે.

આજે મહિલાઓને આગળ વધવા માટે ઘણા પ્લેટફોર્મ મળી રહ્યા છે. મહિલાઓને આગળ વધવા માટે પોલીસી ડિપાર્ટમેન્ટ ખૂબ પ્રેરણાદાયી કામગીરી થઈ રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટરની તાલીમ દરમિયાન બે મહિલા પીઆઈ પોતાના નાના બાળકો સાથે તાલીમ મેળવી રહી હતી જે દર્શાવે છે કે, મહિલાઓ મજબૂતાઈથી આગળ વધી રહી છે.

ગાયત્રી રાજપૂત હાલ ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શક પોલીસ વિભાગના જુદા-જુદા પાંસાઓની તાલીમ મેળવી રહ્યા છે.

Mahila-din-story-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *