આજે બાળ સંરક્ષણ ગૃહ ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા તેમજ બાળ સંરક્ષણ ગૃહ ના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારીના આદેશથી ટીબીના કુલદીપસિંહ ગોહિલ ,જિલ્લા લેબ સુપરવાઇઝર પરેશભાઇ વૈધ તેમજ જિલ્લા ટીબી સુપરવાઇઝર મનહરભાઇ વણકર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનાં મેડિકલ ઓફિસર ડોક્ટર આકાશ રાઠવા સહિત અરબન સટાફ ટીમ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળ સંરક્ષણના ચેરમેન મુકેશભાઈ પટેલ, બાળ સંરક્ષણના સભ્ય વિલાસબેન રાઠવા તેમજ હીનાબેન વણકર ઇન્ચાર્જ સુપરીટેનડટ , કાઉસલર રાકેશભાઇ સરસેન હાજર રહ્યા હતા તથા ઉપસ્થિતિમાં બાળ લાભાર્થીઓનુ સ્ક્રીનીંગ કરીને જરુરી ટેસ્ટ કરી જરુરી સારવાર આપવામાં આવી હતી. કમિશનર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મળેલ સૂચના અનુસાર વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો જેવા કે જેલ, મહિલા ગૃહો , વ્યસન મુક્તિ કેન્દ્રો,બાળ સંરક્ષણ ગૃહોમાં એક ખાસ ઝૂંબેશ નાં ભાગરૂપે Intrigreated Welness camp તારીખ ૧૫/૫/૨૦૨૩ થી તારીખ ૧૪/૬/૨૦૨૩ સતત મહિના સુધી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે કેમ્પનું આયોજન કરાયું હતું .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર