Gujarat

જિલ્લાના સંબંધિત ટ્રેક હોલ્ડર્સ પાસેથી સૂચનો-રજૂઆતો મેળવવામાં આવશે  

જૂનાગઢ જિલ્લામાં જંત્રીની સર્વેની કામગીરી હાથ ધરતા પહેલા જિલ્લાના સ્ટેક હોલ્ડર્સ અને સંબંધીત અધિકારીઓ તથા જિલ્લાના પિટીશનર રાઇટર, ગવર્મેન્ટ એપ્રુવ્ડ વેલ્યુઅર્સ, વિવિધ ખેડૂત મંડળો તથા અન્ય સ્થાવર મિલકતોની બજાર કિંમતને લગત કામગીરી સાથે સંકળાયેલ રસ ધરાવતી વ્યક્તિ-સંસ્થાઓ સાથે કલેકટર શ્રી રચિત રાજની અધ્યક્ષતામાં તા.૦૬-૦૨-૨૦૨૩ના રોજ બપોરના ૦૪ કલાકે બેઠક યોજાશે.

    કલેકટર કચેરીના મુખ્ય સભાખંડ ખાતે મળનારી આ બેઠકમાં જિલ્લાના સબંધિત સ્ટોક હોલ્ડર સાથે જંત્રી અંગેના તેમના સૂચનો-રજૂઆતોને મેળવવામાં આવશે. જેથી નવી જંત્રીની કામગીરી સુચારૂ રૂપે કરી શકાય.

    ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સર્વેની કામગીરી હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    આ બેઠકમાં જિલ્લાના સંબંધિત સ્ટેક હોલ્ડર્સને ઉપસ્થિત રહેવા માટે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટર શ્રીમતી ચાંદનીબેન પરમારની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *