હિંમતનગર
સાબરકાંઠા જિલ્લા જિલ્લામાં કેન્સર જેવા મહારોગો થી લોકોને અમદાવાદ સુધી જવું પડતું હતું અને ખૂબ જ ખર્ચો પણ થતો હતો જાેકે જિલ્લામાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સર જેવા મહારોગોનો પ્રસાર વ્યાપક સ્તરે થયેલો છે અને તેના ઉપચાર નો ખર્ચ અને વિધિ એટલી જટિલ અને મોંઘી છે કે સામાન્ય માણસ તો ઠીક સમાજના સુખી વર્ગના લોકો માટે પણ અસાધ્ય છે ત્યારે કેન્સર જેવી અસાધ્ય બીમારી કોઈને ન થાય તેવી ભગવાનને પ્રાર્થના સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે એક સુખદ સમાચાર આવી રહ્યા છે જિલ્લા સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ ના પ્રયત્ન દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સરના દર્દીઓ માટે કિમો થેરાપી ની સુવિધાઓ ઉપલબ્ધ થશે જે અધ્યતન સાધનો સાથેનો એક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે બંને જિલ્લાના કેન્સર જેવા રોગથી પીડિત દર્દીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું જે હવે અહીં બેઠા સારવાર મળી શકશે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઊભી થયેલી નવીન સુવિધાઓ કેન્સરના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે એક આર્શીવાદરૂપ છે છેલ્લે જે હોય તે ખરેખર આ સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે બને અને સર્વ સુવિધાઓ સાથે સજ્જ બને તે યશ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક એવા શ્રી પ્રફુલ પટેલના કારણે છે જાેકે હિંમતનગરની રજા તેમને હિંમતનગરમાં કરેલા વિકાસ ને આજે પણ યાદ કરે છે.