જૂનાગઢ જિલ્લામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટની પ્રથમ અને બીજા તબક્કાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં ૪૬ શાળામાં પ્રોજેક્ટર એટલે કે, દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. જૂન માસના અંત સુધીમાં જિલ્લામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટની ફેઝ-૩ની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. ફેઝ-૩માં ૩૫૩ જેટલી શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવશે. ઉપરાંત ૮૮ જેટલી શાળામાં કોમ્પ્યુટર સાથેની આઈસીટી લેબ કાર્યરત થશે. આમ, રાજ્ય સરકારના પ્રયાસો અને અનુદાનથી જિલ્લાની પ્રાથમિક શિક્ષણમાં નવા આયામો ઉમેરાશે. તેમ નાયબ પ્રાથમિકશિક્ષણાધિકારી શ્રી આર. જી. જેઠવાએ જણાવ્યું હતું.
