Gujarat

જિલ્લામાં અમૃત સરોવરમાં પાણી સંગ્રહની સાથે ગ્રામીણ લોકો માટે રોજગારીનું સર્જન થાય તેવા હેતુ સાથે અધુરા કામો ઝડપી પૂર્ણ કરવા તાકિદ કરતા જિલ્લા કલેક્ટરશ્રી

જિલ્લા કલેક્ટરશ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં આવેલા અમૃત સરોવરના નોડલ અધિકારીશ્રીઓની રિવ્યુ બેઠક યોજાઈ*
…………
રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લામાં આવેલા ૭૫ અમૃત સરોવરોના નિર્માણના બાકી કામો અને પૂર્ણ થયેલી કામગીરી અંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં અમૃત સરોવરના નોડલ અધિકારીશ્રીઓની રીવ્યું બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના પાંચ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા અમૃત સરોવર હેઠળ આવરી લીધેલા સિંચાઈ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત વિભાગ દ્વારા જે કામો હાથ ધરવામા આવ્યા છે, તે કામોમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને અમૃત સરોવરની કામગીરી માટે ગાર્ડીયનની જવાબદારી સોંપવામાં આવેલ છે. જેમાં ફ્લેગ હોસ્ટિંગ્સ, પેવર બ્લોક, તળાવની ટૂંકી વિગતોના બોર્ડ તેમજ બ્યુટીફિકેશન અને ગ્રામજનોને બેસવા માટે બાકડા અને વૃક્ષારોપણ કરીને આવરો-જાવરો ચોખ્ખો રાખવા સાથે તળાવ મહત્તમ ઊંડુ થાય અને તેમાં પાણીનો સંગ્રહ થાય તેની સાથે ગ્રામજનોને મનરેગા મારફત મસ્ટર ઇસ્યુ થાય અને રોજગારીનું સર્જન થાય તે જોવા જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી તાકીદ કરી બાકી કાર્યો ઝડપી પૂર્ણ કરી વહીવટી તંત્રને રિપોર્ટ કરવા જણાવ્યું હતું. અધિકારીશ્રીઓને સ્થળ વિઝીટ કરીને ગ્રામજનોના સહયોગથી-લોકભાગીદારીથી થાય તેવા કામોને પ્રાધન્ય આપી પૂર્ણ કરવા અને ક્યાંય સહયોગ ન મળી રહે તો ૧૫ મા નાણાપંચ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ગાઈડલાઈન તથા સિંચાઈ વિભાગના પરામર્શમાં રહીને ઝડપી કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
નર્મદા જિલ્લામાં અમૃત સરોવરનું ૫૬% કામ પૂર્ણ થયું છે, બાકીના કામો ઝડપથી પૂર્ણ કરી ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરવા જણાવ્યું હતું. ૩૧ કામો પ્રગતિ હેઠળ છે, ૧૫ કામો કમ્પલીટ છે. જે કામો પૂર્ણ થઈ જાય તે કામોની ઓનલાઈન પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરવા પણ જણાવ્યું હતું. ચેકલીસ્ટ મુજબની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ અંગે આગામી રીવ્યુ બેઠકમાં નોંધ લેવામાં આવશે. તેમ કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યુ હતુ.
  ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને નાંદોદના ઇ.ચા. પ્રાંત અધિકારી સુશ્રી જિજ્ઞાબેન દલાલ, ડેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી, જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહી કામગીરીની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.

IMG-20230317-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *