Gujarat

જિલ્લામાં થતા ગુના અટકાવવા તમામ સ્થળો ઉપર CC.T.V. કેમેરા મુકવા અંગેનું જાહેરનામું

ભુતકાળમાં આતંકવાદી હુમલા તથા અલગ અલગ બનાવો બનેલા છે. તથા ભારત સરકારશ્રી તરફથી જમ્મુ-કાશ્મીર રાજયમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવામાં આવેલ છે. તથા સીએએ અને એનઆરસી લાગુ કરવામાં આવેલ છે. જેથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતી ગેંગના માણસો વાહનો મારફતે રાજય બહારથી આવે છે. અને હોટલો ઉપર જમવા રોકાતા હોય છે. તેમજ બહારના રાજયમાંથી લુટારા, ધાડપાડુઓ, આતંકવાદીઓ પણ વાહનો મારફતે પ્રવેશતા હોય છે અને હોટલો ઉપર જમવા રોકાય છે. આવા વાહન ચાલકો પોતાના વાહનોમાં પેટ્રોલ, ડીઝલ પુરાવવા પેટ્રોલપંપ ઉપર પણ આવતા હોય છે. તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના બનાવો બનતા હોય, જેથી આવી પ્રવૃત્તિ ઉપર નજર રાખી શકાય અને ગુનેગારોને પકડી શકાય. તથા આવા બનાવો અટકાવવા માટે હાઈવે ઉપર તથા શહેર, ગ્રામ્ય વિસ્તારમાં આવેલ હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફર ખાના, લોજ ઢાબા, રેસ્ટોરન્ટ, ખાણી–પીણીના સ્થળો કે જયાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય, તેવા તમામ સ્થળો, નાના—મોટા ધાર્મિક સ્થળો કે જયાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ એકત્ર થતા હોય તેવા તમામ ધાર્મિક સ્થળો, થીયેટરો, સીનેમાઘરો, મોલ, શોપીંગ સેન્ટરો, તમામ પેટ્રોલપંપ અને તમામ ટોલ નાકા ઉપર CC.T.V. કેમેરા (નાઈટવિઝન તથા હાઈડેફીનેશન)વીથ રેકોર્ડીંગ સીસ્ટમ મુકવા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે.
જિલ્લામાં થતા આવા ગુના અટકાવવા તથા વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે મહત્વની કડી મળી રહી તે માટે પેટ્રોલપંપો, હોટલો તેમજ વધારે અવર-જવરવાળા વિસ્તારો ઉપર, જગ્યાઓ ઉપર C.C.T.V. કેમેરા (નાઈટ વિઝન તથા હાઈડેફીનેશન) રેર્કોર્ડીંગ સિસ્ટમ સાથે મુકવામાં આવે તો ગુનેગારો, ગુનામાં વપરાયેલ વાહનો આઈડેન્ટીફાઈ કરીને ગુનેગારો વિરુધ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો રજૂ થઈ શકે તે હેતુ જોતાં, પોલીસ અધિક્ષકશ્રી, નડીયાદે સુચવ્યા મુજબના સ્થળોએ C.C.T.V. કેમેરા રેર્કોર્ડીંગ સિસ્ટમ સાથે મુકવાનું પ્રવર્તમાન સંજોગોમાં જરૂરી જણાય છે.
આથી શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ખેડા જિલ્લો, નડિયાદ  ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મને મળેલ સત્તાની રૂઈએ હુકમ કરુ છુ કે, ખેડા જિલ્લાની હદમાં આવેલ તમામ હોટલો, મોલ, બેન્કો જવેર્લસની દુકાનો, આંગડીયા પેઢીઓ, ટોલ પ્લાઝા તથા તમામ પેટ્રોલ/ડીઝલ પંપો ઉપર C.C.T.V. કેમેરા આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ડ્રાઈવર અને તેની બાજુમાં બેઠેલ વ્યકિતનું રેકોડીગ થઈ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા હાઈવે ઉપર તથા શહેર/ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફર ખાના, લોજ, ઢાબા, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો કે જયાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેવા તમામ સ્થળો, નાના-મોટા ધાર્મિક સ્થળો કે જયાં મોટી સંખ્યામાં દર્શનાર્થી એકત્ર થતા હોય, થીયેટરો, સીનેમાઘરો, મોલ, શોપીંગ સેન્ટરો, બેન્કો, જવેર્લસની દુકાનો, આંગડીયા પેઢીઓ, ટોલપ્લાઝા તથા તમામ પેટ્રોલ/ડીઝલ પંપો અને તમામ ટોલનાકા ઉપર C.C.T.V. કેમેરા (નાઈટવિઝન તથા હાઈડેફીનેશન) વીથ રેર્કોડીંગ સીસ્ટમ ગોઠવવા. વધુમાં સદરહુ કેમેરા એવીરીતે ગોઠવવા કે, વાહન કે વ્યકિતની ઓળખ થઈ શકે તથા રાત્રિ દરમ્યાન પણ રેકોર્ડીંગ કરી શકે તેવી ગુણવત્તાના કેમેરા રાખવા અને તેમાં ૧૫ દિવસ સુધીનું રેકોર્ડીંગ રહી શકે તેવી વ્યવસ્થા કરવા હુકમ કરે છે.
આ હુકમ તા.૨૩/૦૫/૨૦૨૩ થી તા.૨૧/૦૭/૨૦૨૩ (બંન્ને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *