જય મોગલ યુવક મંડળ, જુના ભલાડાના કલાકાર મુકેશભાઈ બારોટ તેમજ તેમના સાથી કલાકારો શજગદીશભાઈ બારોટ,રમણભાઈ બારોટ, રજનીકાંત બારોટ દ્વારા ભવાઈ ની ટીમ દ્વારા ટીબી રોગ ભવાઈનું જિલ્લા ક્ષય કેન્દ્ર, છોટાઉદેપુર દ્વારા આયોજન કરેલ હતુ
જનરલ હોસ્પિટલ પાસે ટીબી ઓફીસર ડોક્ટર ભરત ચૌહાણ ના આદેશ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના “ટીબી મુક્ત ભારત અભીયાન “અંતર્ગત પ્રોગ્રામ રાખેલ હતો જેમાં ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીએચો ડોક્ટર મનહર રાઠવા ટીબી લેબ સુપરવાઇઝર પરેશભાઈ વૈદ તેમજ મનહરભાઈ વણકર ટીબી સુપરવાઇઝર પીએસસી ના મેડિકલ ઓફિસર ડોક્ટર એસઆઈ રાજુભાઈ તેમજ છોટાઉદેપુર ખાતેના સીએચો તમામ ,મલ્ટીપરપઝ હેલ્થ વર્કર ,સ્ટાફનર્સ ,આશા વર્કર બહેનો તેમજ લેબ ટેક્નિશિયન ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર તેમજ ભવાઇ ની ટીમ દ્વારા ભવાઈમાં ઉપસ્થિત રહેલા લોકોને ટીબી રોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


