Gujarat

જિલ્લા કક્ષાના સંસ્કૃતોત્સવમાં નૃત્ય સ્પર્ધામાં પે સેન્ટર શાળા નંબર ૧ સાવરકુંડલાના બાળકો યોગ આધારિત નૃત્ય રજૂ કરી તૃતીય ક્રમે વિજેતા

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સંસ્કૃત ભારતી અમરેલીના સંયુક્ત ઉપક્રમે અમરેલી ખાતે દીપક હાઇસ્કુલમાં સંસ્કૃતોત્સવનું ખુબ સરસ આયોજન થયું. અમરેલી જિલ્લાના આશરે ૬૦૦ વિદ્યાર્થીઓએ આ ઉત્સવમાં ભાગ લઈ સંસ્કૃત ભાષા પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. પે.સેન્ટર શાળા નંબર ૧  સાવરકુંડલાનાં ધોરણ ૮ ના ૧૮ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાના સંસ્કૃત ઉત્સવમાં ભાગ લીધો હતો. સંસ્કૃત ભાષામાં સમુહ ગીત સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, શ્લોક ગાન સ્પર્ધા, કથા વાર્તા સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સમૂહ ગીત સ્પર્ધામાં ઝંઝવાડીયા આદિત્ય, ખીમાણીયા ઋતિક, ભાટી વીરસિંગ,જમોડ હર્ષિલ, દાદરેસા પીયુષે ભાગ લીધો હતો.  જ્યારે નૃત્ય સ્પર્ધામાં ભાટી વીરસિંગ, ઝંઝવાડીયા આદિત્ય, ખીમાણીયા ઋતિક ,જમોડ હરશીલ, દાદરેસા પીયુષ તેમજ ચૌહાણ મોહમ્મદ માહિર ,સોલંકી અવધે યોગ આધારિત નૃત્ય રજૂ કરી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત કરી ઉપસ્થિત પ્રેક્ષકોના મન મોહી શાળાને ગૌરવ અપાવેલ છે જ્યારે શ્લોક ગાન સ્પર્ધામાં ભાટી વીરસિંગે સુંદર મજાના શ્લોક રજૂ કર્યા હતા. કથા કથનમ સ્પર્ધામાં ચૌહાણ મહંમદ માહિર તેમજ ઝંઝવાડીયા આદિત્યએ સંસ્કૃત ભાષામાં પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરેલ. આ સંસ્કૃતોત્સવમાં ભાગ લેવા માટે શાળાના ભાષા શિક્ષક શ્રી શિલ્પાબેન દેસાઈએ વિદ્યાર્થીઓને પ્રેરણા ,પ્રોત્સાહન અને માર્ગદર્શન આપેલ તેમ જ સ્ત્રોતગાન સ્પર્ધામાં તેમણે પણ ભાગ લઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. શાળાના આચાર્યશ્રી ,સમગ્ર સ્ટાફગણ તથા શાળા પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ. .

IMG-20230104-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *