Gujarat

જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ&ની બેઠક યોજાઈ

જામનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે
જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા કક્ષાએ આઈ. રેડ. પ્રોજેક્ટ સંબંધિત કામગીરી કરતા એન.આઈ.સી. ના પ્રતિનિધિનો સમિતિમાં સભ્ય તરીકે નિમણુંક કરાઈ હતી. બેઠકમાં પરિવહનમાં માર્ગ સલામતી કયા પ્રકારે સુનિશ્ચિત કરવી જેથી કરીને અકસ્માતો ઓછા થાય, બ્લેક સ્પોટ આઇડેન્ટીફિકેશન, પ્રવાસન સ્થળોની ચકાસણી કરવી જેવા મુદ્દાઓ પર ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં સમિતિના સદસ્યશ્રીઓએ સૂચન કરતા જણાવ્યું હતું કે, લાલપુર અને ઠેબા ચોકડી આગળ વારંવાર થતા ગંભીર ટ્રાફિક
જામને અટકાવવા માટે વૈકલ્પિક રસ્તાને મંજૂરી આપવામાં આવે. તેમજ બેડી પોર્ટમાં ઓવરલોડ વાહનોની સમસ્યા નિવારવા
માટે દરરોજ સહિત મેઈન્ટેઈન કરશે, અને સામાનનું વજન ચેક કરવું. ગુડ સમરિટન એવોર્ડ યોજના વધુ કાર્યરત બનાવવી,
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષયનો આ સમિતિમાં કાયમી મુદ્દા તરીકે સમાવેશ કરવો તેમજ ધ્રોલ-ખીજડીયા માર્ગ પર અકસ્માતો
નિવારવા રીફલેકટર અને રેડિયમ લગાવવા સહિતની બાબતે સૂચનો થયા બાદ વિસ્તારપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
તેમજ જરૂરી સુચનોનું સત્વરે અમલીકરણ થાય તે દિશામાં કામગીરી- આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય
અધિકારી શ્રી ડો. હારુન ભાયા, જામનગર વાહન વ્યવહાર કોર્પોરેશન વિભાગીય નિયામકશ્રી, પ્રાદેશિક વાહન વ્યવહાર
અધિકારીશ્રી, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સ્ટાફ તેમજ સમિતિના અન્ય સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા.

COLLECTOR-MEETING-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *