આગામી તા.21જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દીવસ હોય જેની ઉજવણીના ભાગ રૂપે પોલીસ હેડ
ક્વાર્ટર ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડીસ્ટ્રિક કો ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન
શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં યોગ ટ્રેનર્સ મીનાબેન, દિપ્તીબેન અને હિતેશભાઈ ગોહિલ દ્વારા યોગ નિદર્શન
કરાવવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખડેલુંનુ સાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં પોલીસ હેડ ક્વાર્ટરના રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જી.એસ. પુવાર, પોલીસ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ,
તાલીમાર્થીઓ સહિત 300 લોકોએ યોગ શિબિરમાં ભાગ લીધો હતો.


