જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૨૩ મે ના રોજ ભરતી મેળો યોજાશે
—
અમરેલી તા.૧૯ મે, ૨૦૨૩ (શુક્રવાર) અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ મહિન્દ્રા સીઆઈઈ ઓટોમેટિવ લીમીટેડ શાપર, જિ.રાજકોટ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય, ખાલી જગ્યાઓને અનુરુપ શૈક્ષણિક લાયકાત ધો.૧૦ અને ડિપ્લોમા તેમજ આઇ.ટી.આઇ તમામ ટ્રેડની તકનીકી લાયકાત ધરાવનાર ઉમેદવારો તેમજ એલ.આઈ.સી અમરેલી માટે વીમા એજન્ટની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષ વયમર્યાદા અને ધો.૧૨ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે ભરતીમેળાનું આયોજન આગામી તા.૨૩ મે, ૨૦૨૩ને મંગળવાર રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સરસીયા રોડ, ધારી ખાતે કરવામાં આવ્યું છે. અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ ઉપસ્થિત રહેવું. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
ધર્મેશ વાળા ૦૦૦
