૩૦ દિવસીય તાલીમ વર્ગમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌદ્ધિક કસોટી માટેની નિઃશુલ્ક તૈયારીઓ કરાવવામાં આવશે
***
૮૦% હાજરી ધરાવતા ઉમેદવારોને હાજરી મુજબ પ્રતિદિન રૂ.૧૦૦/- લેખે સ્ટાઇપેન્ડ પણ મળવાપાત્ર થશે
***
વધુ માહિતી માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરી શકાશે
***
ખેડા જીલ્લાના લશ્કરી ભરતીમાં જોડાવવા ઈચ્છુક ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૩૦ દિવસીય પૂર્વ સંરક્ષણ દળ નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો તા.૧૭/૦૬/૨૦૨૩ સુધી અરજી કરી શકશે.
ખેડા જીલ્લાના જે ઉમેદવારો આ નિઃશુલ્ક તાલીમમાં ભાગ લેવા ઈચ્છુક હોય તેઓની શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ / ધોરણ-૧૨ પાસ કે તેથી વધુ, ઉંમર: ૧૭-૧/૨ (સાડા સત્તર) વર્ષ થી ૨૧ વર્ષ, વજન ૫૦ કિ.ગ્રા. તેમજ ૧૬૮ સેમી.થી વધારે ઊંચાઇ, છાતી ૭૭ થી ૮૨ સેમી હોવી જરૂરી છે.
આ તાલીમમાં ઉપરોક્ત પાત્રતા ધરાવતા ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી- બ્લોક “એ”, બીજો માળ,સરદાર પટેલ ભવન, નડિયાદ ખાતેથી ફોર્મ મેળવવાની તા.૧૭/૦૬/૨૦૨૩ સુધી લંબાવેલ હોઇ, ખેડા જિલ્લાના ઉમેદવારો તા.૧૭/૦૬/૨૦૨૩ સુધી રોજગાર કચેરી ખાતે ફોર્મ જમા કરાવી શકશે.
આ ૩૦ દિવસીય તાલીમ વર્ગમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌદ્ધિક કસોટી માટેની નિઃશુલ્ક તૈયારીઓ કરાવવામાં આવશે. ઓછામાં ઓછી ૮૦% હાજરી ધરાવતા ઉમેદવારોને હાજરી મુજબ પ્રતિદિન રૂ.૧૦૦/- લેખે સ્ટાઇપેન્ડ પણ મળવાપાત્ર થશે.
આ અગાઉ જે ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજીત ૩૦ દિવસીય નિવાસી તાલીમવર્ગમાં તાલીમ મેળવેલ હોય તે સિવાયના ઉમેદવારોએ અરજી કરવી. વધુ માહિતી માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ અથવા જિલ્લા રોજગાર કચેરી- બ્લોક “એ”, બીજો માળ,સરદાર પટેલ ભવન, નડિયાદ ખાતે કામકાજ ના દિવસોમાં રૂબરૂ સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી ખેડા – નડિયાદ દ્વારા જણાવાયું છે.
