Gujarat

જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે મહેમાનોનું સુતરની આટી પહેરાવી અને પુષ્પ આપી સસ્નેહ સ્વાગત કર્યું  

G-20ના ડેલીગેટ્સે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર ખાતેના  દેવળીયા સફારી પાર્કમાં પ્રકૃતિના ખોળે વિહરતા સિંહો સહિતના અન્ય વન્ય પ્રાણીઓ અને પ્રાકૃતિક વૈભવ નિહાળી અભીભૂત થયા હતા. સાથે જ તેઓ ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પણ પરિચિત થયા હતા.

દીવ ખાતે સાયન્સ-૨૦ અંતર્ગત સાયન્ટિફિક ચેલેન્જર્સ એન્ડ ઓર્પ્ચુનીટી ટુવાર્ડસ અચીવીંગ અ સસ્ટેનેબલ બ્લુ ઈકોનોમી બેઠકમાં સહભાગી થઈને ખાસ બસના માધ્યમથી દેવળીયા સફારી પાર્ક ખાતે પધારેલા G-20ના ૭૫ લોકોના ડેલિગેટ્સમાં ટેકનોક્રેટ, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાંથી G-20 દેશોના 35 પ્રતિનિધિઓએ પણ સિંહ દર્શન કર્યા હતા

          ૪*૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ આ દેવળીયા સફારી પાર્કના પ્રવાસ દરમિયાન સિંહ, દીપડા, સાબર, હરણ સહિતના વન્ય પ્રાણીઓને નજીકના અંતરેથી નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો.

ઉપરાંત વન વિભાગના ગાઈડ દ્વારા એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ એવા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની વિશેષતાઓથી અવગત કરાવ્યા હતા. સાથે જ સિંહ તેમજ અન્ય જીવોની લાક્ષણિકતાઓ વિશે પણ જાણકારી આપી હતી.

          G-20ના આ ડેલિગેટ્સ આગમન વેળાએ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા સુતરની આટી અને પુષ્પ આપી સસ્નેહ સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રવાસ સંદર્ભે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં નાયબ વન સંરક્ષક શ્રી મોહન રામ, નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી. પટેલ,  પ્રાંત અધિકારી શ્રી નિશાબા ચુડાસમા સહિતના અધિકારીઓએ જરૂરી વ્યવસ્થાઓનું  સંકલન સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

G-20-DEVALIYA-SAFARI-14.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *