Gujarat

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને 'ગવર્નિંગ બોડી સમિતિ' ની બેઠક યોજાઈ

જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડમાંગવર્નિંગ
બોડી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેલેરિયા કાર્યક્રમ, ટીબી કાર્યક્રમ, ઇમ્યુનાઈઝેશન કાર્યક્રમ, આશા સમિતિ અને
અન્ય મુદ્દાઓ વિષે સમિતિના સદસ્યશ્રીઓ સાથે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં સમિતિના સદસ્યોએ જણાવ્યું હતું કે, આર.સી.એચ. કાર્યક્રમ હેઠળ સગર્ભા નોંધણી 101%, ધનુર રસીકરણ 85%,
પ્રસુતિ નોંધણી 95% અને બી.સી.જી. રસીકરણ 95.8% કરવામાં આવ્યું છે. ટી.બી. કાર્યક્રમ હેઠળ સક્સેસ રેટ 89% જોવા
મળ્યો છે. જિલ્લામાં 780 આશા બહેનોની જગ્યા મંજુર થયેલી છે, જેમાંથી 726 આશા બહેનોની ભરતી કરવામાં આવી છે.
તેમજ અન્ય આશા બહેનોની પણ ભરતી કરવામાં આવશે, અને તેમને તાલીમ અપાશે. 'બિન- સંચારી રોગ નિયંત્રણ કાર્યક્રમ'
હેઠળ 30 વર્ષથી વધુ વયજૂથના 87% લાભાર્થીઓના નોંધણી ફોર્મ ભરવામાં આવ્યા છે. જિલ્લાના ચાર પ્રાથમિક કેન્દ્રો
લાલપુર, જામજોધપુર, ધૂતારપર અને જાંબુડાને 'લક્ષ્ય નેશનલ લેવલ કાર્યક્રમ' માં સર્ટિફાઈડ કરવામાં આવ્યા છે.
ઉપરોક્ત બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. હારુન ભાયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. પી. એન.
કિન્નર, જિલ્લા બાળ અને પ્રજનન અધિકારી શ્રી ડો. નૂપુર પ્રસાદ, જી. જી. હોસ્ટિપટલના અધિક્ષક શ્રી ડો. દિપક તિવારી,
જિલ્લા આરોગ્ય પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર શ્રી યજ્ઞેશ ખારેચા, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. એન. વાડી તેમજ
સમિતિના અન્ય સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *